વડોદરાઃ ઉત્તરાયણ પહેલા દુર્ઘટના, 14 વર્ષનું બાળક ચોથા માળેથી પડી જતાં કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે આ સાલ ઉત્તરાયણ ફીક્કી પડે તેવું લાગે છે. પરંતું તેવામાં બાળકો તો ક્યા જપવાના છે. ઉત્તરાયણ નજીક હોય પહેલા ઘણી સાવધાની રાખવી પડતી હોય છે. વડોદરામાં ઉત્તરાયણ ટાણે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં પતંગ ચગાવતાં સમયે 14 વર્ષનો બાળક ચોથા માળેથી પટકાતા મોત થયું છે.
 
વડોદરાઃ ઉત્તરાયણ પહેલા દુર્ઘટના, 14 વર્ષનું બાળક ચોથા માળેથી પડી જતાં કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે આ સાલ ઉત્તરાયણ ફીક્કી પડે તેવું લાગે છે. પરંતું તેવામાં બાળકો તો ક્યા જપવાના છે. ઉત્તરાયણ નજીક હોય પહેલા ઘણી સાવધાની રાખવી પડતી હોય છે. વડોદરામાં ઉત્તરાયણ ટાણે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં પતંગ ચગાવતાં સમયે 14 વર્ષનો બાળક ચોથા માળેથી પટકાતા મોત થયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરામાં વાઘોડિયા રોડ વિસ્તારનાં નર્મદા ફ્લેટની ઘટના છે. 14 વર્ષનો બાળક પતંગ ચગાવવા માટે ધાબે ચડ્યો હતો. પતંગ ચગાવવામાં મશુગલ બાળકનું ધ્યાન ન રહેતા ચોથા માળેથી નીચે પટકાયો હતો. 14 વર્ષનો બાળક ચોથા માળેથી પટકાતા મોત થયું છે. આ પહેલા સુરતના પુણા વિસ્તારમાં એક દુર્ઘટના બની હતી. 5 વર્ષીય બાળક ધાબા પર પતંગ ચગાવતો હતો. આ દરમિયાન તેનો પગ લપસી જતા બીજા માળેથી પટકાયો હતો. જેને લઇને બાળકનું મોત થયું હતું.

ઉત્તરાયણ નજીક આવતાની સાથે પતંગના દોરાથી અનેક દૂર્ઘટનાઓ સર્જાતી હોય છે. જેમા અનેક પક્ષીઓ તેમજ મનુષ્યોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલા ન્યુ ગોપાલ પાર્ક શેરી નંબર 2માં રહેતા બકરાણીયા પરિવારના વિપુલભાઈ નામના 39 વર્ષીય વ્યક્તિને ગાળાના ભાગે પતંગની દોરી વાગવાને કારણે મોત નિપજ્યું છે. ઉત્તરાયણ આવે તે પહેલા રાજ્યમાં ત્રણ કરુણ ઘટના સામે આવી ગઈ છે.