વડોદરાઃ લગ્નના 40 વર્ષે પતિના પ્રેમપત્રો મળતાં, વૃધ્ધ પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો

અટલ સમાચાર, ડેસ્ક પતિના લગ્નેત્તર સંબંધોની જાણ થતાં 60 વર્ષીય વૃદ્ધાને આઘાત લાગ્યો હતો અને તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો, જોકે તેણે આ મામલે 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇન અભયમને ફોન કરતાં અભયમની ટીમ તેની પાસે પહોંચી હતી અને તેને સમજાવી હતી. વૃદ્ધને 40 વર્ષના લગ્ન ગાળા બાદ કબાટમાંથી પતિના પ્રેમપત્રો મળતાં પતિના પ્રેમ સબંધનો
 
વડોદરાઃ લગ્નના 40 વર્ષે પતિના પ્રેમપત્રો મળતાં, વૃધ્ધ પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

પતિના લગ્નેત્તર સંબંધોની જાણ થતાં 60 વર્ષીય વૃદ્ધાને આઘાત લાગ્યો હતો અને તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો, જોકે તેણે આ મામલે 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇન અભયમને ફોન કરતાં અભયમની ટીમ તેની પાસે પહોંચી હતી અને તેને સમજાવી હતી. વૃદ્ધને 40 વર્ષના લગ્ન ગાળા બાદ કબાટમાંથી પતિના પ્રેમપત્રો મળતાં પતિના પ્રેમ સબંધનો ભાંડો ફૂટ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

181 મહિલા સુરક્ષા હેલ્પલાઇન અભયમને એક મહિલાએ ફોન કરીને જણાવ્યું હતું કે, હું જીવનથી કંટાળી ગઇ છું અને આવું જીવન જીવવા કરતા આત્મહત્યા કરવી સારી છે, જોકે તે વખતે અભયમે તેને ફોન પર સમજાવી હતી અને બીજી ટીમ તેની પાસે પહોંચી હતી અને પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, તે 3 સંતાનની માતા છે અને 60 વર્ષના છે. તેમના પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. થોડા સમય પહેલા તિજોરીમાંથી તેને એક કવર મળ્યું હતું અને કવર ખોલતાં તેમાં પતિના પ્રેમપત્રો જોવા મળ્યા હતા, તેથી તેઓ તે સમયે બેભાન પણ થઇ ગયા હતા.

40 વર્ષનો લગ્નજીવનનો ગાળો હોવા છતાં પતિ અન્ય મહિલા સાથે સંબંધ ધરાવતો હોય તેવું તેમના માનવામાં આવ્યું ન હતું, જેથી તે ડિપ્રેશનમાં આવી ગયા હતા અને આત્મહત્યા કરવા તૈયાર થયા હતા જોકે 181 અભયમ મહિલા હેલ્પલાઇન અભયમની ટીમે તેમને શાંતિથી સમજાવી આપઘાતના વિચારો મનમાંથી કાઢી નાખવા સમજણ આપી હતી અને રચનાત્મક પ્રવૃત્તિ કરીને તથા સંતાનોની કાળજી લઇને સમય વ્યતીત કરવા જણાવ્યું હતું. તેમના પતિ સાથે પણ અભયમની ટીમે ચર્ચાં કરતાં તેમણે અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાનો એકરાર કર્યો હતો. પરંતુ તે તેમની પત્ની અને બાળકોને કોઇ વાતની કમી આવવા નહીં દે તેમ જણાવી પરિવારની કાળજી લેશે તેવી ખાતરી આપી હતી.