વડોદરાઃ ડોક્ટરે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા, પછી તરછોડી

અટલ સમાચાર, ડેસ્ક વડોદરાની પારૂલ મેડિકલ કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા ડોક્ટરે લગ્ન કર્યાં બાદ લગ્ન બાદ તરછોડી દેતા મેડિકલ રિપ્રેઝન્ટેટિવ યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે પતિ અને તેના માતા-પિતા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાની મેડિકલ રિપ્રેઝન્ટેટિવ યુવતી અને પારૂલ મેડિકલ કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ
 
વડોદરાઃ ડોક્ટરે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા, પછી તરછોડી

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરાની પારૂલ મેડિકલ કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા ડોક્ટરે લગ્ન કર્યાં બાદ લગ્ન બાદ તરછોડી દેતા મેડિકલ રિપ્રેઝન્ટેટિવ યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે પતિ અને તેના માતા-પિતા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાની મેડિકલ રિપ્રેઝન્ટેટિવ યુવતી અને પારૂલ મેડિકલ કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા સિદ્ધાર્થ રોય સાથે એપ્રિલ- 2017 માં પરિચય થયો હતો. ત્યારબાદ બંને વોટ્સએપના માધ્યમથી ચેટિંગ કરતા હતા. અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

સિદ્ધાર્થ યુવતીને શારીરિક સંબંધ બાંધવા માટે વારંવાર કહેતો હતો. પરંતુ યુવતી લગ્ન પછી જ સંબંધ રાખવાનું કહેતી હતી. જોકે સિદ્ધાર્થે યુવતીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેમાં યુવતી ગર્ભવતી થઇ ગઇ હતી. સિદ્ધાર્થે હોસ્પિટલમાં પતિ તરીકેની ઓળખ આપીને યુવતીનો ગર્ભપાત કરાવ્યો હતો.

વડોદરાઃ ડોક્ટરે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા, પછી તરછોડી

સિદ્ધાર્થ રોય યુવતી સાથે લગ્ન કરવા માંગતો નહોતો યુવતી જ્યારે પણ લગ્નની વાત કરે તો તે વાતને ટાળી દેતો હતો. અને યુવતી સાથે વાતો કરવાનું પણ બંધ કરી દેતો હતો. પરંતુ યુવતીના આગ્રહ બાદ 12 ડિસેમ્બર , 2018 ના રોજ બંને લગ્ન કર્યાં હતા. જોકે સિદ્ધાર્થના માતા લીના રોય અને પિતા કનુભાઇ રોય બંનેના લગ્નની વિરૂદ્ધ હોવાથી યુવતીને ઘરે લઇ જતો નહોતો.

વડોદરાઃ ડોક્ટરે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા, પછી તરછોડી

યુવતી 17 માર્ચ , 2019 ના રોજ પોતાનો સામાન લઇને સિદ્ધાર્થના ઘરે ગઇ હતી પરંતુ સિદ્ધાર્થના માતા-પિતાએ તું કોણ છે અમે તને ઓળખતા નથી. તેમ કહીને ઘરનો દરવાજો પણ ખોલ્યો નહોતો. અને યુવતીના માતા-પિતા પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. અને સિદ્ધાર્થે પણ યુવતીને ધમકીઓ આપતો હતો. આ મામલે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.