વડોદરા: પાલિકાના કોર્પોરેટરની ગાડીમાંથી ઝડપાયો વિદેશી દારૂ, પછી શું થયુ ?

અટલ સમાચાર,ડેસ્ક વડોદરા પાલિકાના અપક્ષ કોર્પોરેટર ભાવેશ પટેલની કારમાંથી વિદેશી દારૂ ઝડપાતા ચકચાર મચી ગઇ છે. નોંધનીય છે કે, એક વર્ષ અગાઉ વડોદરા ભાજ૫ના કોર્પોરેટરના ફાર્મ હાઉસમાંથી આશરે રૂ.9 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આજે પણ વડોદરાના એક કોર્પોરેટરની કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. જે સમગ્ર
 
વડોદરા: પાલિકાના કોર્પોરેટરની ગાડીમાંથી ઝડપાયો વિદેશી દારૂ, પછી શું થયુ ?

અટલ સમાચાર,ડેસ્ક

વડોદરા પાલિકાના અપક્ષ કોર્પોરેટર ભાવેશ પટેલની કારમાંથી વિદેશી દારૂ ઝડપાતા ચકચાર મચી ગઇ છે. નોંધનીય છે કે, એક વર્ષ અગાઉ વડોદરા ભાજ૫ના કોર્પોરેટરના ફાર્મ હાઉસમાંથી આશરે રૂ.9 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આજે પણ વડોદરાના એક કોર્પોરેટરની કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. જે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

ગુજરાતમાં રાજકીય નેતાઓ પણ બુટલેગર બની ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે! વડોદરા ન.પા.ના અપક્ષ કોર્પોરેટર ભાવેશ પટેલની કારમાંથી દારૂ ઝડપાયો છે. રૂ.36 હજારના દારૂ સહિત 10 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. હાઈવે પર કારમાંથી LCBએ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. તમને જણાવી દઇએ કે, ભાવેશ પટેલ અપક્ષ કોર્પોરેટર અને APMCના સભ્ય પણ છે.