વડોદરા: ‘યુનાઈટેડ વે’ ગરબાની ઓફીસે GST ટીમ ત્રાટકી, તપાસનો ધમધમાટ શરૂ

અટલ સમાચાર, વડોદરા વિશ્વ વિખ્યાત થયેલા વડોદરાના ગરબા યુનાઈટેડ વે જીએસટીની ઝપેટમાં આવ્યા છે. આ વર્ષે આ ગરબાના આયોજનમાં જીએસટીની ચોરી કરી હોવાની આશંકા સેવાઈ છે. જેની શનિવારથી તપાસ ચાલી રહી છે. પરંતુ બહુ મોટા હિસાબો હોવાથી અને કર્મચારીઓ હાજર ન હોવાને કારણે આજે ફરી તપાસ કરવામાં આવશે. ત્યારે જીએસટીના અધિકારીઓ યુનાઇટેડ વે ની ઓફિસે
 
વડોદરા: ‘યુનાઈટેડ વે’ ગરબાની ઓફીસે GST ટીમ ત્રાટકી, તપાસનો ધમધમાટ શરૂ

અટલ સમાચાર, વડોદરા

વિશ્વ વિખ્યાત થયેલા વડોદરાના ગરબા યુનાઈટેડ વે જીએસટીની ઝપેટમાં આવ્યા છે. આ વર્ષે આ ગરબાના આયોજનમાં જીએસટીની ચોરી કરી હોવાની આશંકા સેવાઈ છે. જેની શનિવારથી તપાસ ચાલી રહી છે. પરંતુ બહુ મોટા હિસાબો હોવાથી અને કર્મચારીઓ હાજર ન હોવાને કારણે આજે ફરી તપાસ કરવામાં આવશે. ત્યારે જીએસટીના અધિકારીઓ યુનાઇટેડ વે ની ઓફિસે પહોંચ્યા છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

વડોદરાનું યુનાઇટેડ વે ટ્રસ્ટ વિશ્વના સૌથી મોટા ગરબાનુ આયોજન કરે છે. આ ગરબામાં ખૈલૈયાઓ પાસેથી પાસ માટે મહિલાના 1500 અને પુરુષના 3500 રૂપિયા લેવામાં આવે છે. તેમજ 50 હજાર ખૈલૈયાઓ ગરબા રમતા હોવાનો દાવો કરવામા આવે છે. અહીં દેશ વિદેશથી ખૈલૈયાઓ ગરબા રમવા આવે છે. ત્યારે નવરાત્રિ આયોજનમા ખૈલૈયાઓના પાસ, ગાયકો, કલાવૃંદ, ફરાસખાના, ખાણીપીણી સ્ટોલના નાણાં વગેરેની આવકમાં જીએસટી ચોરી થઈ હોવાની શક્યતા સેવાઈ હતી.

જીએસટી અધિકારીઓ દ્વારા યુનાઈટેડ વેની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. હિસાબોમાં કંઈ ગરબડ ન થાય તે માટે એસઆરપીનો બંદોબસ્ત ઓફિસની બહાર ગોઠવવામાં આવ્યો છે. ત્યારે આજે ઓફિસમાં સોમવારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે. ગરબા ગાયકવૃંદ, ફરાસખાના, ડેકોરેટર્સ, વીડિયોગ્રાફી સહિતની ચૂકવણી બાદ ટ્રસ્ટને જે કમાણી થઈ છે તેમાં સરકારને કેટલો જીએસટી મળશે તે મુદ્દે પણ તપાસ કરવામાં આવશે.