વડોદરાઃ ISIS આતંકવાદી ઝફર કેવી રીતે પહોંચ્યો, અને કોણે સાથ આપ્યો

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં આતંકી ટોળકીના બદઇરાદાને પાર પાડવા છેલ્લા 10 દિવસોથી ઝાફર ઉમર વડોદરામાં રહેતો હતો. વડોદરાના ગોરવા મધુનગર ફ્લાયઓવર પાસે બોરિયામાં આવેલ એક ઝુપડપટ્ટીમાં 15 બાય 10ની કાચા પાકા મકાન માંથી ગુજરાત એટીએસ અને વડોદરા પોલીસના સયુંક્ત ઓપરેશનમાં ઝાફર સહિત તેને ગુજરાતમાં વડોદરામાં આશરો આપનાર મુબારક મલેક અને મુબારકના મિત્રને પણ એટીએસે ઝડપી
 
વડોદરાઃ ISIS આતંકવાદી ઝફર કેવી રીતે પહોંચ્યો, અને કોણે સાથ આપ્યો

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં આતંકી ટોળકીના બદઇરાદાને પાર પાડવા છેલ્લા 10 દિવસોથી ઝાફર ઉમર વડોદરામાં રહેતો હતો. વડોદરાના ગોરવા મધુનગર ફ્લાયઓવર પાસે બોરિયામાં આવેલ એક ઝુપડપટ્ટીમાં 15 બાય 10ની કાચા પાકા મકાન માંથી ગુજરાત એટીએસ અને વડોદરા પોલીસના સયુંક્ત ઓપરેશનમાં ઝાફર સહિત તેને ગુજરાતમાં વડોદરામાં આશરો આપનાર મુબારક મલેક અને મુબારકના મિત્રને પણ એટીએસે ઝડપી લીધા છે .

વડોદરાના ગોરવા વિસ્તારમાં જ્યાંથી આતંકવાદી ઝફર ઝડપાયો છે એ મકાન ગોરવાના રણજીતસિંહ રાઠોડનું છે. વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ ત્યારે રણજીતસિંહ રાઠોડના પૂત્ર ઝહીરે આ મકાન તેના મિત્ર ફિરોઝને આપ્યું હતું. ફિરોઝનું મકાન બની જતાં ફિરોઝે 10 દિવસ પહેલાં જ આ મકાન જંબુસરમાં રહેતા તેના સાળા મુબારક મલેકને આપ્યું હતું. મુાબરક મલેક એક ધાર્મિક કાર્યક્રમમાં તમિલનાડુ ગયો હતો જ્યાં તેનો સંપર્ક ઝફર સાથે થયો હતો. વડોદરામાં મુબારકે 26 ડિસેમ્બરથી ઝાફરને ગોરવામાં આ મકાન રહેવા માટે આપ્યું હતું. આતંકી ઝફર વડોદરામાં અબ્દુલ રહીમના નામથી રહેતો હતો અને વડોદરા તેમજ ભરૂચ સહિતમાં તેની હિલચાલ શંકાસ્પદ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આતંકી ઝફરના વડોદરા સાથેના સંબંધની સ્ફોટક માહિતી બહાર આવી છે. ઝાફરને વડોદરા સાથે કોઈ સીધો સંબંધ નથી પરંતુ વડોદરાના જંબુસરથી તેને લોજિસ્ટીક્સ સપોર્ટ મળ્યો હતો. વડોદરા સુધીનું ટ્રાન્સપોર્ટેશન રહેવાની અને ખાવાપીવાની વ્યવસ્થા મુબારક મલેકે કરી આપી હતી. જોકે, ATSએ તેને ઝડપી પાડ્યો હતો. વડોદરામાં ઝફરને મોટાભાગના સ્થાનિકો અબ્દુલના નામથી ઓળખવા લાગ્યા હતા. સ્થાનિકોના મતે શંકાસ્પદ લાગતો ઝફર આખો દિવસ બહાર રહેતો હતો. અને ઘરમાં ઘૂસતાં જ દરવાજો બંધ કરી દેતો હતો.

પોલીસે ઝફરની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દુભાષિયાની મદદ લીધી હતી. કારણે કે ઝાફર તામિલ ભાષા બોલે છે અને જાણે છે. પોલીસે દૂભાષિયાની મદદ લઈને તેને પ્રશ્નો પૂછ્યા હતા. પોલીસે તેને તામિલનાડુથી લઈને વડોદરા સુધીની તમામ ગતિવિધિઓ વિશે પ્રશ્નો પૂછ્યા છે.