વડોદરાઃ 11.28 કરોડના ખર્ચે પ્રથમ અત્યાધુનિક ઓપન જેલમાં આ સુવિધાઓ કેદીઓને મળશે

અટલ સમાચાર, ડેસ્ક અત્યાર સુધીમાં કેદીઓને પોલીસ પકડીને જેલમાં લઇ જાય છે. અને પછી ત્યા તેને એક રૂમમાં પુરી દેવામાં આવે છે. પરંતું ગુજરાતમાં ઓપન જેલનું નામ સાંભળીને કેદી પણ ખુશ થઇ જાય તેવી ખુલ્લી જેલ વડોદરામાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. આ સાથે આ જેલને ખૂબ મોટા જમીનના વિભાગમાં બનાવવામાં આવી છે. અટલ
 
વડોદરાઃ 11.28 કરોડના ખર્ચે પ્રથમ અત્યાધુનિક ઓપન જેલમાં આ સુવિધાઓ કેદીઓને મળશે

અટલ સમાચાર, ડેસ્ક

અત્યાર સુધીમાં કેદીઓને પોલીસ પકડીને જેલમાં લઇ જાય છે. અને પછી ત્યા તેને એક રૂમમાં પુરી દેવામાં આવે છે. પરંતું ગુજરાતમાં ઓપન જેલનું નામ સાંભળીને કેદી પણ ખુશ થઇ જાય તેવી ખુલ્લી જેલ વડોદરામાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. આ સાથે આ જેલને ખૂબ મોટા જમીનના વિભાગમાં બનાવવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના સંકટ વચ્ચે ગુજરાતની પ્રથમ અત્યાધુનિક ઓપન જેલ વડોદરાના દંતેશ્વરમાં બનીને તૈયાર થઈ ગઈ છે. 11.28 કરોડના ખર્ચે આ જેલ બનાવવામાં આવી છે.4.12 એકરમાં બનેલી જેલમાં 12 બેરેક બનાવાયા છે. આ ઓપન જેલમાં પાકા કામના 60 કેદીઓ રાખી શકાશે.

વડોદરાઃ 11.28 કરોડના ખર્ચે પ્રથમ અત્યાધુનિક ઓપન જેલમાં આ સુવિધાઓ કેદીઓને મળશે
file photo

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સરકારે 2015માં ઓપન જેલની દરખાસ્ત મંજુર કરી હતી. 5 વર્ષમાં જેલ બનીને તૈયાર થઈ છે. જેલમાં મેડિટેશન હોલ, લાઈબ્રેરી, ક્લોથીંગ સ્ટોર અને લોન્ડરી સહિતની સુવિધાઓ છે. ગુજરાતનો સૌથી પહેલો કેદી સંચાલિત પેટ્રોલ પંપ પણ હશે.