વડોદરા: પુત્રના ત્રાસથી કંટાળેલી જનેતા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચી

અટલ સમાચાર, ડેસ્ક લોકડાઉનનાં કારણે પતિ પત્ની, પરિવારનાં લોકોના આંતરિક સંબંધોમાં પણ ખટાશ જોવા મળી રહી છે. વડોદરામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પુત્રએ પોતાની સગી જનેતાને ન માત્ર ત્રાસ આપ્યો પરંતુ ખાવા પીવાનું પણ બંધ કરી દેતા જનેતા કલેક્ટરને રજુઆત કરવા પહોંચી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
વડોદરા: પુત્રના ત્રાસથી કંટાળેલી જનેતા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચી

અટલ સમાચાર, ડેસ્ક

લોકડાઉનનાં કારણે પતિ પત્ની, પરિવારનાં લોકોના આંતરિક સંબંધોમાં પણ ખટાશ જોવા મળી રહી છે. વડોદરામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પુત્રએ પોતાની સગી જનેતાને ન માત્ર ત્રાસ આપ્યો પરંતુ ખાવા પીવાનું પણ બંધ કરી દેતા જનેતા કલેક્ટરને રજુઆત કરવા પહોંચી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જો કે રાધા બહેનની આપવીતી સાંભળીને કલેક્ટરથી માંડીને સૌકોઇ સ્તબ્ધ થઇ ગયા હતા. કળીયુગી પુત્ર પર ચારેતરફથી ફિટકાર વરસાવવા લાગ્યા હતા. કેટલાક લોકો રાધા બહેને ખાવાનું નહી મળતા હોવાની કેફિયત આપતા નાસ્તો લેવા દોડી ગયા હતા. બપોર હોવાના કારણે કેટલાક લોકોએ જમવા અંગે પણ પુછપરછ કરી હતી. જો કે રાધા બહેને પોતાનાં ઘરે જ વ્યવસ્થા કરી આપવા માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, હાલ તો લોકો આવા કળીયુગી સંતાનને સખતમાં સખત સજા થાય તેવી વાતો કરી રહ્યા છે. કલેક્ટર દ્વારા ગણ 181ની ટીમને સુચના આપવામાં આવી છે કે, સામ દામ દંડ ભેદ દ્વારા આ સમગ્ર મુદ્દાનો ઉકેલ લાવવામાં આવે. શક્ય હોય ત્યાં સુધી સમગ્ર મુદ્દો વિવાદ વગર જ પુર્ણ થાય તે જરૂરી છે.