વડોદરા: ટ્રાન્સફોર્મરમાંથી પતંગ કાઢતા MGVCLના કર્મચારીનું કરંટથી મોત

અટલ સમાચાર, ડેસ્ક ઉત્તરાયણ પર્વ દરમિયાન અને પછી વડોદરામાં અલગ અલગ ત્રણ ઘટના ઓમાં ત્રણ વ્યક્તિઓએ પોતાના જીવ ખોયા છે. ત્રીજી કરુણ ઘટનામાં શહેરના માંજલપૂર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા પાસે બની હતી. એમજીવીસીએલના કર્મચારીઓ ઉતરાયણ બાદ વીજ વાયરો અને ટ્રાન્સફોર્મરમાં ફસાયેલ પતંગ અને દોરી કાઢવાની કામગીરી કરી રહ્યા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
વડોદરા: ટ્રાન્સફોર્મરમાંથી પતંગ કાઢતા MGVCLના કર્મચારીનું કરંટથી મોત

અટલ સમાચાર, ડેસ્ક

ઉત્તરાયણ પર્વ દરમિયાન અને પછી વડોદરામાં અલગ અલગ ત્રણ ઘટના ઓમાં ત્રણ વ્યક્તિઓએ પોતાના જીવ ખોયા છે. ત્રીજી કરુણ ઘટનામાં શહેરના માંજલપૂર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા પાસે બની હતી. એમજીવીસીએલના કર્મચારીઓ ઉતરાયણ બાદ વીજ વાયરો અને ટ્રાન્સફોર્મરમાં ફસાયેલ પતંગ અને દોરી કાઢવાની કામગીરી કરી રહ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરા: ટ્રાન્સફોર્મરમાંથી પતંગ કાઢતા MGVCLના કર્મચારીનું કરંટથી મોત

એમજીવીસીએલમાં ફરજ બજાવતા અને પ્રતાપનગર હજીરા પાસે વિશ્રામબાગ સોસાયટીમાં રહેતા અર્જુનભાઈ બેલાની પોતાના સ્ટાફ સાથે ફરજ પર નીકળ્યા હતા અને તુલસીધામ ચાર રસ્તા પાસે ટ્રાન્સફોર્મર માં પતંગ દોરી ફસાયેલ હતી તેને કાઢવાની કામગીરી શરૂ કરી હતી. આ દરમ્યાન અચાનક જ અર્જુનભાઈ બેલાનીને કરંટનો ઝાટકો લાગ્યો અને તેવો નીચે પટકાયા અને બેભાન થઇ ગયા હતા.

વડોદરા: ટ્રાન્સફોર્મરમાંથી પતંગ કાઢતા MGVCLના કર્મચારીનું કરંટથી મોત
એમજીવીસીએલના કર્મચારીનું બાઇક

સુત્રોએ જણાવ્યુ હતુ કે,કરન્ટ લાગતા જ તાત્કાલિક અર્જુનભાઈને સારવાર માટે નજીકની ખાનગી હૉસ્પિટલમાં લઇ જવાં આવ્યા હતા. જ્યાં તબીબોએ અર્જુનભાઈને મૃત જાહેર કર્યા હતા. આમ ઉત્તરાયણ બાદ વીજ વાયર અને ઘર બહાર લટકતા પતંગના દોરા જોખમી બન્યા છે.