આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

વડોદરાના મકરપુરા સુશેન સર્કલ પાસે ડમ્પર ચાલકે સ્કુટી સવાર વૃદ્ધને અડફેટે લેતાં સ્કુટી સવાર વૃદ્ધનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. જેથી લોકોના ટોળાએ ડમ્પરમાં અને ટ્રાફિક પોલીસની કેબિનમાં ભારે તોડફોડ કરી રસ્તો બ્લોક કર્યો હતો. વડોદરા પોલીસ કમિશનરે શહેરમાં સવારે 9 થી 1 અને સાંજે 4 થી 9 દરમિયાન ભારદારી વાહનો પ્રવેશવા પર પ્રતિબંધ લગાવ્યો છે. છતાં ટ્રાફિક પોલીસની રહેમનજર હેઠળ વડોદરામાં બેરોકટોક ભારે વાહનો યમરાજ બની ફરી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મકરપુરા સુશેન સર્કલ પાસેથી 65 વર્ષના બંસી ભાઈ સુરતી પસાર થતાં હતાં તે દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા ડમ્પર ચાલકે તેમને અડફેટે લીધા જેથી તેમનું મોત નિપજ્યું હતું. મૃતક પુરુષની પુત્રીના 8 દિવસ લગ્ન બાદ છે.બંસીભાઈનું મોત થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને ડમ્પરમાં તોડફોડ કરી હતી. ડમ્પર ચાલક ટ્રાફિક પોલીસની કેબિનમાં પોતાનો જીવ બચાવવા પુરાતા રોષે ભરાયેલા લોકો એ કેબિનમાં તોડફોડ કરી હતી. સાથે જ પોલીસ કર્મીઓ સાથે પણ ટોળાએ ટપલીદાવ કરી ધક્કામુક્કી કરી હતી. લોકો નો આક્ષેપ છે કે ટ્રાફિક પોલીસ હપ્તા વસૂલે છે જેથી ભારદારી વાહનો બેરોકટોક શહેરમાં ઘુસી જાય છે.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકોએ અવાર નવાર ભારે વાહનોના અવર જવરની ટ્રાફિક પોલીસ ઉપરાંત પોલીસના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે, છતાં હપ્તા વસૂલતી પોલીસ કોઈ જ કાર્યવાહી કરતી નથી. નાના વાહનચાલકો જો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે તો પોલીસ ભારે ભરખમ દંડ વસૂલ કરે છે પણ મોટા વાહનો સામે કાર્યવાહી કરતા પોલીસ ખચકાટ અનુભવે છે. ત્યારે જો આવી જ રીતના પોલીસના હપ્તાખોરી નું સામ્રાજ્ય ચાલતું રહેશે તો રસ્તા પર દોડતા યમરાજ અનેક વાહનચાલકો ને યમલોક પહોંચાડશે તે નક્કી છે.

30 May 2020, 2:13 AM (GMT)

COVID-19 Global Stats

6,064,403 Total Cases
367,476 Death Cases
2,685,392 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code