વડોદરાઃ મોબાઇલના કારણે દોસ્તોમાં પડી તિરાડ, 1ની હત્યા બીજો ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક આણંદ શહેરમાં સીખોડ તળાવડી પાણીની ટાંકી પાસે આઈ કે પાર્કમાં રહેતો મૈત્રિક આશીષભાઈ પટેલ એન્જીનીયરીંગમાં અભ્યાસ કરે છે,જે શનિવારે પોતાનાં મિત્ર સશાંક રાજેશભાઈ ભાટીયા સાથે રાત્રીનાં નવ વાગ્યાનાં સુમારે પોતાનાં મિત્રો વિકો રાવલ.જીમી ભાટીયાને મળ્યા હતા. ત્યારે વાત થઈ હતી કે તેમનાં મિત્ર ચિમન પ્રજાપતીનો મોબાઈલ ફોન પંકજ વડાપાંઉવાળાનો ભાઈ નિલેશ લઇ
 
વડોદરાઃ મોબાઇલના કારણે દોસ્તોમાં પડી તિરાડ, 1ની હત્યા બીજો ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક

આણંદ શહેરમાં સીખોડ તળાવડી પાણીની ટાંકી પાસે આઈ કે પાર્કમાં રહેતો મૈત્રિક આશીષભાઈ પટેલ એન્જીનીયરીંગમાં અભ્યાસ કરે છે,જે શનિવારે પોતાનાં મિત્ર સશાંક રાજેશભાઈ ભાટીયા સાથે રાત્રીનાં નવ વાગ્યાનાં સુમારે પોતાનાં મિત્રો વિકો રાવલ.જીમી ભાટીયાને મળ્યા હતા. ત્યારે વાત થઈ હતી કે તેમનાં મિત્ર ચિમન પ્રજાપતીનો મોબાઈલ ફોન પંકજ વડાપાંઉવાળાનો ભાઈ નિલેશ લઇ ગયો હતો, જે પાછો અપાવી દીધો છે.

આણંદ શહેરમાં મિત્રનો મોબાઈલ પરત આપવા બાબતે પુછપરછ કરતા પિતા-પુત્ર સહીત ચાર જણાએ બે યુવકો પર છરા વડે હુમલો કર્યો હતો. જેમા એક યુવકની હત્યા કરી તેમજ બીજા યુવકને જીવલેણ ઈજાઓ પહોંચાડવાની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ બાબતે હત્યાનો ગુનો નોંધી હત્યા કરી ફરાર થઈ ગયેલા ચાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

માત્ર મિત્રનો મોબાઈલ ફોન પરત આપવા બાબતે પુછપરછ કરવાની પણ એવું તો શું થયું કે, પિતા-પુત્ર સહીત ચાર જણા પાઉ કાપવાનો છરો લઈ પુછપરછ કરનારા યુવકો પર તુટી પડ્યા હતા. જેમા એક યુવકની જાહેરમાં સરેઆમ હત્યા કરી દીધી હતી. જ્યારે બીજા યુવકની પણ હત્યા કરવા તેની છાતીમાં છરાનાં ઘા ઝીંક્યા હતા. પરંતુ સદનસીબે યુવકને જીવલેણ ઈજાઓ થવા છતાં તે બચી ગયો.

રાત્રે સાડા દસ વાગે મૈત્રિક પોતાના મિત્ર શશાંક ભાટીયાની સાથે એક્ટીવા ઉપર બેસી સી.પી. પટેલ કોલેજ ચોકડી પાસે આવેલ બાપુ ટી સ્ટોલ પાસે ગયા હતા. તેની બાજુમાં પંકજ ખુમાનજી તથા તેના ભાઈ નીલેશની બોમ્બે વડાપાઉંની લારી આવેલી છે. બંને જણા એક્ટીવા પાર્ક કરી વડાપાઉંની લારીએ ગયા હતા. જ્યાં શશાંકે નીલેશને પુછ્યું હતું કે ચીમન પ્રજાપતિનો ફોન લઈને પાછો આપ્યો. તેમાં શું વાત છે.

આ વાત કરતાં જ નીલેશ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે વડાપાઉંની છરી વડે હુમલો કરીને શશાંક ભાટીયાની છાતીમાં છરીનાં બે થી ત્રણ ઘા મારી દેતા શશાંક લોહી લુહાણ થઈને ફસડાઈ પડયો હતો. જેથી મૈત્રિક પટેલ શશાંકને છોડાવવા વચ્ચે પડતા નીલેશ અને તેના પિતા ખુમાનજી તથા અન્ય બે શખ્સોએ મૈત્રિક પર હુમલો કરી આને પણ મારી નાંખો. તેવું કહી તેની છાતીના ભાગે ઘા માર્યા હતા. જેમાં બે ઘા છાતી ઉપર અને એક ઘા જમણા પગની સાથળ ઉપર વાગ્યો હતો.

આ દરમિયાન મૈત્રિકે તરત જ પોતાના મોટાભાઈ નીલને ફોન કરીને સી. પી. કોલેજ પાસે બોલાવ્યો હતો. એટલે તે તેનાં પિતા આશીષભાઈને લઈને આવી ગયો હતો. અને ગંભીરપણે ઘવાયેલા મૈત્રિકને ત્વરીત સારવાર માટે આણંદની ઓર્થોપેડીક હોસ્પીટલમાં ખસેડયો હતો, જયારે શસાંક ઉ.વ.24નું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. આ ઘટનાને લઈને લોકોનાં ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા. અને પોલીસને જાણ થતા ટાઉન પોલીસે આ બનાવ અંગે મૈત્રિક પટેલની ફરીયાદનાં આધારે નીલેશ ખુમાનજી, તેના પિતા ખુમાનજી તથા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.