વડોદરાઃ માતા-પિતાએ પોલીસને જાણ કરી ‘અમારા સગીર પુત્રો ડ્રગ્સ લે છે, બચાવી લો

અટલ સમાચાર, ડેસ્ક વડોદરા પોલીસે શહેરનાં અલગ અલગ 10 જગ્યાએ દરોડા પાડીને 56 જેટલા યુવક યુવતીઓ અને સગીરોને ડ્રગ્સ લેતા ઝડપી પાડ્યા છે. જેમાં ગુરુવારે રાત્રે પોલીસની 10 ટીમો એક સાથે એક જ સમયે શહેરના 10 સ્થળોએ દરોડા પાડયાં હતા. જેમા 7 સગીર તથા 7 યુવતીઓ સહિત 56 યુવાનોને નશાનું સેવન કરતા ઝડપી પાડયા હતા.
 
વડોદરાઃ માતા-પિતાએ પોલીસને જાણ કરી ‘અમારા સગીર પુત્રો ડ્રગ્સ લે છે, બચાવી લો

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરા પોલીસે શહેરનાં અલગ અલગ 10 જગ્યાએ દરોડા પાડીને 56 જેટલા યુવક યુવતીઓ અને સગીરોને ડ્રગ્સ લેતા ઝડપી પાડ્યા છે. જેમાં ગુરુવારે રાત્રે પોલીસની 10 ટીમો એક સાથે એક જ સમયે શહેરના 10 સ્થળોએ દરોડા પાડયાં હતા. જેમા 7 સગીર તથા 7 યુવતીઓ સહિત 56 યુવાનોને નશાનું સેવન કરતા ઝડપી પાડયા હતા. પોલીસે આ જ સમયે નશીલા પદાર્થોનું વેચાણ કરતા પાંચથી છ ડ્રગ પેડલરના ઘેર પણ છાપા માર્યા હતા, જેમની પાસેથી ઓછી માત્રામાં ગાંજાની પડીકીઓ મળી આવી હતી.

‘મિત્રએ પહેલીવાર નશો કરાવ્યો અને હવે બંધાણી થયો છે’

આ આખા કેસમાં આ અંગેની ફરિયાદ ડ્રગ્સ લઇ રહેલા વિદ્યાર્થીઓનાં માતા પિતાએ જ કરી હતી. શાળામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનાં વાલીએ પોલીસ કમિશનરને નશાના કારણે તેમના પુત્રની હાલતની વર્ણવી હતી. તેમણે પોતાની વ્યથા ઠાલવી હતી. માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતા સગીર વયના વિદ્યાર્થીનાં વાલીઓએ પોલીસ કમિશનર સમક્ષ વ્યથા વર્ણવતા કહ્યું હતું કે, મારા પુત્રને તેના કોઇ મિત્રએ આગ્રહ કરી પહેલીવાર નશો કરાવ્યો હતો. ત્યારબાદ મારા પુત્રને હવે નશો કર્યા વગર ચાલતું નથી. નશાની લત છોડાવવા માટે અમે તેને ગમતી બધી જ વસ્તુઓ કરીએ છીએ. તેને બહાર ફરવા, જમવા લઇ જઇએ છીએ. તેને જે જોઇએ તે અપાવીએ છીએ. પરંતુ તેને પહેલા ગમતી કોઇપણ વસ્તુ ગમતી નથી. તેને માત્ર નશો જ યાદ આવે છે. અમારાથી આવું નથી જોઇ શકાતું.

પોલીસે પાંચ કલાકનાં અભિયાન દરમિયાન કુલ 56 નશો કરતા યુવાનોને ઝડપી પાડયા હતા. જેમાં સાત વિદ્યાર્થિનીઓ અને સાત સગીર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેમના ઉપરાંત બાકીનાં યુવકોના બ્લડ સેમ્પલ લઇ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મોટાભાગના યુવક-યુવતીઓએ ગાંજાનો નશો કર્યો હોવાની વિગતો બહાર આવી હતી.