વડોદરા: મસ્જીદ પાસે વિડીયોગ્રાફીને લઇ પોલીસ પર પથ્થરમારો, 3ની અટકાયત

અટલ સમાચાર,વડોદરા અમદાવાદ શાહઆલમ વિસ્તારમાં પોલીસ ઉપર પથ્થરમારા બાદ હિંસાની ઘટના પછી વડોદરામાં પણ તોફાની તત્વોએ પોલીસને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. વડોદરાના હાથીખાના વિસ્તારમાં આવેલી મસ્જિદ પાસે પોલીસ દ્વારા વીડિયોગ્રાફી કરવા જેવી નાની બાબત બાદ પોલીસ ઉપર પથ્થર મારો શરૂ થયો હતો. આ ઘટનામાં પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી છે. વડોદરા પોલીસ કમિશ્નર અનુપસિંહ ગહેલોતે
 
વડોદરા: મસ્જીદ પાસે વિડીયોગ્રાફીને લઇ પોલીસ પર પથ્થરમારો, 3ની અટકાયત

અટલ સમાચાર,વડોદરા

અમદાવાદ શાહઆલમ વિસ્તારમાં પોલીસ ઉપર પથ્થરમારા બાદ હિંસાની ઘટના પછી વડોદરામાં પણ તોફાની તત્વોએ પોલીસને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. વડોદરાના હાથીખાના વિસ્તારમાં આવેલી મસ્જિદ પાસે પોલીસ દ્વારા વીડિયોગ્રાફી કરવા જેવી નાની બાબત બાદ પોલીસ ઉપર પથ્થર મારો શરૂ થયો હતો. આ ઘટનામાં પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી છે. વડોદરા પોલીસ કમિશ્નર અનુપસિંહ ગહેલોતે કહ્યું કે વીડિયોગ્રાફી સામે વાંધો હતો. કેટલાક તોફાની તત્વો ભાગી ગયો છે. કોમ્બિંગ કરીને વધારે લોકોને પકડવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

વડોદરા: મસ્જીદ પાસે વિડીયોગ્રાફીને લઇ પોલીસ પર પથ્થરમારો, 3ની અટકાયત

વડોદરામાં મસ્જિદ પાસે પોલીસ દ્વારા વીડિયોગ્રાફી કરવા જેવી નાની બાબત બાદ પોલીસ ઉપર પથ્થર મારો શરૂ થયો હતો. આ ઘટનામાં પોલીસે 10-12 ટિયર ગેસના સેલ છોડ્યા હતા. આ ઘટમાં એસીપીને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટના બાદ RAFની ફ્લેગમાર્ચ શરૂ થયું છે અને પોલીસે પેટ્રોલિંગ પણ વધારી દીધી હતી. અત્યારે આ વિસ્તારમાં અજંપાભરી શાંતિનો માહોલ છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની પણ ઘટના બની હતી.

વડોદરા: મસ્જીદ પાસે વિડીયોગ્રાફીને લઇ પોલીસ પર પથ્થરમારો, 3ની અટકાયત

પોલીસના જણાવ્યા પ્રમાણે હાથીખાના વિસ્તારમાં આવેલા વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ દ્વારા વીડિયોગ્રાફી કરવામાં આવી રહી હતી. આ સમયે નમાઝ પૂરી થઈ હતી. ત્યારે કેટલાક લોકોએ પોલીસને વીડિયોગ્રાફી કરવાની ના પાડી હતી. જેથી પોલીસે વીડિયોગ્રાફી બંધ કરી દીધી હતી. જોકે, પહેલા ચાર પાંચ પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. ત્યારબાદ ચારે બાજુથી પોલીસ ઉપર પથ્થરમારો થવા લાગ્યો હતો. આ ઘટનામાં પોલીસના ત્રણ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. તોફાની તત્વોએ પોલીસને ટાર્ગેટ બનાવી હતી. સ્થિતિને કાબુમાં લાવવા માટે પોલીસને 10-12 ટિયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.

વડોદરા: મસ્જીદ પાસે વિડીયોગ્રાફીને લઇ પોલીસ પર પથ્થરમારો, 3ની અટકાયત

પોલીસ કમિશ્નરે વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓને આગળ કરીને કેટલાક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જનતાને અપીલ છે કે તેઓ પોતાના ઘરમાં રહે અને સોશિયલ મીડિયા ઉપર ખોટી અફવાઓથી પ્રભાવિત ન થાઓ અને અફવાઓ પણ ન ફેલાવે. જો આવું કરશે તો તેમને જ નુકસાન છે. મોડા મોડા પણ અમે કાર્યવાહી કરીશું.

વડોદરા: મસ્જીદ પાસે વિડીયોગ્રાફીને લઇ પોલીસ પર પથ્થરમારો, 3ની અટકાયત