વડોદરા: ધોરણ 10માં 4 વાર નાપાસ થનાર પ્રિન્સ આજે રિમોટથી ઉડાડે છે પ્લેન

અટલ સમાચાર,ડેસ્ક ભણતરના હોય તો પણ ગમતી વસ્તુ શીખવાની ધગશ, ઝનૂન અને રસના કારણે કોઈ પણ વ્યક્તિ પોતાના ગમતા ક્ષેત્રમાં આગળ વધી શકે છે તે વાત વડોદરાના વિદ્યાર્થી પ્રિન્સ પંચાલે સાચી પાડી છે. ધો.૧૦માં ચાર વખત નાપાસ થયેલા પ્રિન્સ પંચાલે પોતાની જાતે જ રિમોટ કંટ્રોલથી સંચાલિત અને ઉડી શકે તેવા પ્લેનના મોડેલ બનાવવાની આવડત કેળવી
 
વડોદરા: ધોરણ 10માં 4 વાર નાપાસ થનાર પ્રિન્સ આજે રિમોટથી ઉડાડે છે પ્લેન

અટલ સમાચાર,ડેસ્ક

ભણતરના હોય તો પણ ગમતી વસ્તુ શીખવાની ધગશ, ઝનૂન અને રસના કારણે કોઈ પણ વ્યક્તિ પોતાના ગમતા ક્ષેત્રમાં આગળ વધી શકે છે તે વાત વડોદરાના વિદ્યાર્થી પ્રિન્સ પંચાલે સાચી પાડી છે. ધો.૧૦માં ચાર વખત નાપાસ થયેલા પ્રિન્સ પંચાલે પોતાની જાતે જ રિમોટ કંટ્રોલથી સંચાલિત અને ઉડી શકે તેવા પ્લેનના મોડેલ બનાવવાની આવડત કેળવી છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

મહત્વનું છે કે, આ પ્રકારના લગભગ ૩૫ જેટલા પ્લેનના મોડેલ્સ પ્રિન્સે બનાવ્યા છે. પ્રિન્સ પંચાલનુ કહેવુ છે કે, મને ભણવામાં પહેલેથી જ રસ નહોતો. જોકે અલગ અલગ પ્રકારની ટેકનોલોજી મને આકર્ષતી હતી. રિમોટ કંટ્રોલથી સંચાલિત પ્લેન બનાવવાનો વિચાર આવ્યો હતો અને મારા પરિવારે પણ મને સપોર્ટ આપ્યો હતો. ધો.૧૦ની ચાર ટ્રાયલ આપનારા પ્રિન્સને ખાસ કરીને તેના દાદાએ પ્રોત્સાહન આપ્યુ હતુ.

પ્રિન્સ કહે છે કે, હું આ પ્રકારના પ્લેન બનાવવાનુ ઈન્ટરનેટ પર વિડિયો જોઈને શિખ્યો છું.મેં જેટલા પણ મોડેલ બનાવ્યા તેમાંથી મોટાભાગના મોડેલમાં ઉતારી લેવાયેલા હોર્ડિંગ અને બેનરોમાં વપરાતા મટિરિયલ અને શુક્રવારી બજારમાં મળતા સ્પેર પાર્ટસનો જ ઉપયોગ કર્યો છે. ફેબ્રિકેશનનુ કામ કરતા પ્રિન્સના પિતા કહે છે કે, ભણતરના જોરે નહી પણ પોતાની આવડત અને લગનના જોરે મારો પુત્ર આગળ વધે છે તેની ખુશી છે.