વડોદરા: સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી વિડીયો બનાવ્યો, 5ની ધરપકડ

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં મહિલાઓ, યુવતીઓ, સગીરાઓ, કિશોરી કે બાળકીઓ સલામત નથી. વડોદરામાં વધુ એક દુષ્કર્મની દુર્ઘટનાનો પ્રયાસ સામે આવ્યો છે. નરાધમોએ સગીરાના કપડા ઉતારી માર મારી તેનો નિર્વસ્ત્ર વીડિયો ઉતારી લીધો હતો. અને તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જો કે આ મામલો પોલીસે ગુનો નોંધીને એક સગીર સહિત 5 નરાધમોની ધરપકડ કરી છે. અટલ
 
વડોદરા: સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી વિડીયો બનાવ્યો, 5ની ધરપકડ

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં મહિલાઓ, યુવતીઓ, સગીરાઓ, કિશોરી કે બાળકીઓ સલામત નથી. વડોદરામાં વધુ એક દુષ્કર્મની દુર્ઘટનાનો પ્રયાસ સામે આવ્યો છે. નરાધમોએ સગીરાના કપડા ઉતારી માર મારી તેનો નિર્વસ્ત્ર વીડિયો ઉતારી લીધો હતો. અને તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જો કે આ મામલો પોલીસે ગુનો નોંધીને એક સગીર સહિત 5 નરાધમોની ધરપકડ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

વડોદરામાં નવલખી મેદાનમાં સામૂહિત દુષ્કર્મની ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં વિશ્વામિત્રી નજીક સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.વડોદરામાં નરાઘમો દ્વારા અમાનવીય કૃત્ય સામે આવ્યુ છે. વિશ્વામિત્રી નજીક સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો છે. વિશ્વામિત્રીની ઝાડીઓમાં લઇ જઇ દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સગીરા સાથે 5 લોકોએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સગીરા સાથે આ હેવાનોએ મારઝૂડ કરી હતી. સગીરાના કપડા ઉતારી અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ તેની સાથે બળજબરીનો પ્રયાસ કર્યા છે.રાવપુરા પોલીસમાં આ અંગે ફરિયાદ થતા પોલીસે એક સગીર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે યુધ્ધના ધોરણે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.