વડોદરા: વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીએ પહોંચી, લોકોનું સ્થળાંતર કરાયું

અટલ સમાચાર, ડેસ્ક વડોદરાની જીવાદોરી સમાન આજવા સરોવર હાલમાં 211.50 ફૂટની સપાટીએ છે. 15 ઑગષ્ટ પહેલાના રૂલ લેવલના નિમયના કારણે આજવાને એક હદથી વધુ ભરી શકાય તેમ ન હોવાથી ચોક્કસ લેવલ પર રાખવામાં આવે છે, ત્યારે આજવા સરોવરમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક યથાતવત છે. વડોદરાના પૂરને મગરો સાથે સીધો નાતો છે. દરમિયાન ગઈકાલે રાત્રે વડોદરાના
 
વડોદરા: વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીએ પહોંચી, લોકોનું સ્થળાંતર કરાયું

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરાની જીવાદોરી સમાન આજવા સરોવર હાલમાં 211.50 ફૂટની સપાટીએ છે. 15 ઑગષ્ટ પહેલાના રૂલ લેવલના નિમયના કારણે આજવાને એક હદથી વધુ ભરી શકાય તેમ ન હોવાથી ચોક્કસ લેવલ પર રાખવામાં આવે છે, ત્યારે આજવા સરોવરમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક યથાતવત છે. વડોદરાના પૂરને મગરો સાથે સીધો નાતો છે. દરમિયાન ગઈકાલે રાત્રે વડોદરાના રાત્રિ બજાર વિસ્તારમાં રસ્તા પર આંટાફેરા કરતા મગરનો વીડિયો પણ સોશિયલ મીડિયા ખૂબ વાયરલ થયો હતો. વડોદામાં વિશ્વામિત્રી નદીમાં 264 કરતાં વધુ મગરોનો વસવાટ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરાના માથે ફરી પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. શહેરની વચ્ચેથી શર્પાકારે પસાર થતી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી ફક્ત ચાર ફૂટ દૂર છે. વિશ્વામિત્રી નદી હાલ 22 ફૂટની આસપાસ વહી રહી છે ત્યારે નદીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસે તે પહેલાં 129 વ્યક્તિઓઓને સલામત સ્થળે ખસેડાયા છે. દરમિયાન ગઈકાલે રાત્રે વડોદરામાં રસ્તા પર મગરના આંટાફેરા જોવા મળ્યા હતા. નદીકાંઠે રહેતા લોકોને તંત્ર દ્વારા ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે. શહેરમાં સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાંથી 87 અને કારેલીબાગ જલારામ નગરમાંથી 20 વ્યક્તિનું સ્થળાંતર કરાયું છે.

રેસ્ક્યૂ કરાયેલા લોકોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળામાં ખસેડવામાં આવ્યા છે. શહેરમાં વિશ્વામિત્રી કાંઠે નીચાણવાળા વિસ્તારોમાં અનેક વસાહતો આવેલી છે,જે પ્રતિ વર્ષ વડોદરાના પૂરનો ભોગ બને છે. દરમિયાન શહેરના સયાજીગંજ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં વિશ્વામિત્રીના પાણી ઘૂસી ગયા છે, સોશિયલ મીડિયા પર આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે પણ શહેરના આજવા રોડ વિસ્તારમાં આ ભૂવો પડ્યાના દૃશ્યો સામે આવ્યા છે. શહેરના સોશિયલ મીડિયામાં આ તસવીરોએ ગાજ વરસાવી છે.