વડોદરા: પ્રેમિકાનાં પરિવારે માર માર્યા બાદ યુવાન રહસ્મયરીતે ગુમ, શોધખોળ શરૂ

અટલ સમાચાર,વડોદરા વડસરના યુવાનને ડભોઇરોડ ઉપર પ્રેમિકાના પરિવારજનોએ માર માર્યા બાદ યુવાન ગુમ થઇ જતા વાડી પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. યુવાનની બાઇક, મોબાઇલ ફોન અને ફાઇલ ફાજલપુર બ્રિજ પાસેથી મળી આવી હતી. મહીસાગર નદીમાં ઝંપલાવી જીવાદોરી ટૂંકાવી હોવાની આશંકા વાડી પોલીસે દર્શાવીને શોધખોળ ચાલુ કરી છે. મળતી માહિતી પ્રમાણે 21
 
વડોદરા: પ્રેમિકાનાં પરિવારે માર માર્યા બાદ યુવાન રહસ્મયરીતે ગુમ, શોધખોળ શરૂ

અટલ સમાચાર,વડોદરા

વડસરના યુવાનને ડભોઇરોડ ઉપર પ્રેમિકાના પરિવારજનોએ માર માર્યા બાદ યુવાન ગુમ થઇ જતા વાડી પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. યુવાનની બાઇક, મોબાઇલ ફોન અને ફાઇલ ફાજલપુર બ્રિજ પાસેથી મળી આવી હતી. મહીસાગર નદીમાં ઝંપલાવી જીવાદોરી ટૂંકાવી હોવાની આશંકા વાડી પોલીસે દર્શાવીને શોધખોળ ચાલુ કરી છે.વડોદરા: પ્રેમિકાનાં પરિવારે માર માર્યા બાદ યુવાન રહસ્મયરીતે ગુમ, શોધખોળ શરૂ

મળતી માહિતી પ્રમાણે 21 વર્ષનાં વડસરગામ સ્વામિનારાયણ મંદિર પાસેના સહજાનંદ કોમ્પલેક્ષમાં રહેતો તરૂણ લાલજીભાઇ ડભોઇરોડ ઉપર આવેલી આઇસ્ક્રીમની દુકાનમાં નોકરી કરે છે. તરૂણને આ વિસ્તારમાં જ રહેતી યુવતી સાથે પ્રેમ સબંધો બંધાયો હતો. જેની જાણ યુવતીના પરિવારજનોને યુવકને દૂર રહેવા જણાવ્યું હતું. તે છતાંપણ બંન્ને જણ અવારનવાર મળતા હતાં.

વડોદરા: પ્રેમિકાનાં પરિવારે માર માર્યા બાદ યુવાન રહસ્મયરીતે ગુમ, શોધખોળ શરૂ

તરૂણનાં સંબંધી મહેન્દ્રભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, ગત મંગળવારે સાંજના સમયે તરૂણ દુકાનમાં હતો. તે સમયે યુવતીનાં પિતા, ભાઇ અને કાકા દુકાનમાં આવીને તરૂણને ઢોર માર માર્યો હતો. તરૂણે તેના પિતા લાલજીભાઇ, ભાઇ અને મામા જગદીશભાઇને ફોન કરીને જાણ કરતા તેઓ પહોંચી ગયા હતા. જ્યાં યુવતીના પરિવારજનોએ તેઓને પણ માર માર્યો હતો. તરૂણને ઘણી જ ઇજાઓ પહોંચતા પહેલા તેને હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તરૂણનાં માથામાં 12 ટાંકા લઇ સારવાર અપાઇ હતી.

આ અંગે તરૂણના પિતા લાલજીભાઇ સોલંકીએ પુત્રની પ્રેમિકાના પિતા સહિત પરિવારજનો પુત્ર તરૂણના મોત માટે જવાબદાર હોવાનો આક્ષેપ સાથે ફરીયાદ વાડી પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધરે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.