વલસાડ: વિરહ સહન ન થતાં પ્રેમિકાને મળવા પ્રેમીએ અજમાવી અનોખી યુક્તિ

અટલ સમાચાર, ડેસ્ક વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં લૉકડાઉન દરમિયાન અજીબ કિસ્સો બહાર આવ્યો છે. અહીં એક અધીરા બનેલા પ્રેમી એ તેની પ્રેમિકાને મળવા માટે અજીબો ગરીબ રસ્તો અપનાવ્યો હતો. જોકે, રસ્તામાં પોલીસ મળી જતાં તેનો આખો કેસ ઊંધો પડી ગયો હતો. બન્યું એમ હતું કે પ્રેમિકાને મળવા માટે આ યુવક છોકરીના કપડાં પહેરીને રાત્રે સ્કૂટર
 
વલસાડ: વિરહ સહન ન થતાં પ્રેમિકાને મળવા પ્રેમીએ અજમાવી અનોખી યુક્તિ

અટલ સમાચાર, ડેસ્ક

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં લૉકડાઉન દરમિયાન અજીબ કિસ્સો બહાર આવ્યો છે. અહીં એક અધીરા બનેલા પ્રેમી એ તેની પ્રેમિકાને મળવા માટે અજીબો ગરીબ રસ્તો અપનાવ્યો હતો. જોકે, રસ્તામાં પોલીસ મળી જતાં તેનો આખો કેસ ઊંધો પડી ગયો હતો. બન્યું એમ હતું કે પ્રેમિકાને મળવા માટે આ યુવક છોકરીના કપડાં પહેરીને રાત્રે સ્કૂટર લઈને નીકળી પડ્યો હતો. યુવકને એમ હતું કે તેને યુવતી સમજીને કોઈ રોકશે નહીં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પારડીના મોતીવાડ ખાતે રહેતા 19 વર્ષના યુવકને પરિયા રોડ ભેંસલાપાડા ખાતે રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ છે. લૉકડાઉનને કારણે બંને મળી શકતા ન હતા. આ દરમિયાન યુવક ઉતાવળો બન્યો હતો અને તેણે મળવા માટે આવી તરકીબ વિચારી હતી. જોકે, યુવક તેની પ્રેમિકાને મળે તે પહેલા તેને પોલીસ મળી ગઈ હતી. પારડી પોલીસ સ્ટેશન. પારડી પોલીસે યુવકની અટકાત કરી.

યુવક રાત્રે અઢી વાગ્યે તેની પ્રેમિકાને મળવા માટે યુવતીના કપડાં પહેરીને માથે દુપટ્ટો બાંધીને તેના સ્કૂટર પર નીકળી પડ્યો હતો. આ દરમિયાન રાત્રે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને રસ્તા પર એકલી યુવતીને જોઇને કંઇક અજીક લાગ્યું હતું. આથી પોલીસે સ્કૂટરને અટકાવ્યું હતું. સ્કૂટરને અટકાવતા જ પોલીસને ખબર પડી હતી કે આ કોઈ યુવતી નહીં પરંતુ કોઈ અન્ય છે.

પોલીસે સવાલ પૂછતા દુપટ્ટો ઓઢેલા યુવકે જવાબ આપ્યો હતો. આથી પોલીસે દુપટ્ટો ખોલવાનું કહ્યું હતું. જે બાદમાં પોલીસે યુવકની અટકાયત કરી હતી. સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી અવરજવર કરવાની છૂટ ન હોવાથી પોલીસે લૉકડાઉનના ભંગ બદલ યુવકની અટકાયત કરી હતી અને તેને પોલીસ સ્ટેશન લાવી  હતી.