વાપી: કર્મચારી સાથે બબાલ કરી 16 લાખ લુંટી પળવારમાં આરોપીઓ ફરાર

અટલ સમાચાર,ડેસ્ક વાપીના મોરારજી સર્કલ નજીક કર્મચારી પાસેથી 16 લાખથી વધુ રોકડની ચીલઝડપ કરવામાં આવી હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ફ્લિપકાર્ટના કર્મચારી બેંકમાં રૂપિયા જમા કરાવવા જતા હતા. દરમિયાન બે અજાણ્યા ઈસમો દ્વારા રસ્તા પર રોકી મારી બહેનની છેડતી કેમ કરે છે કહી બબાલ કરી હતી. ત્યાર બાદ 16 લાખ રૂપિયા ભરેલી બેગની
 
વાપી: કર્મચારી સાથે બબાલ કરી 16 લાખ લુંટી પળવારમાં આરોપીઓ ફરાર

અટલ સમાચાર,ડેસ્ક

વાપીના મોરારજી સર્કલ નજીક કર્મચારી પાસેથી 16 લાખથી વધુ રોકડની ચીલઝડપ કરવામાં આવી હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ફ્લિપકાર્ટના કર્મચારી બેંકમાં રૂપિયા જમા કરાવવા જતા હતા. દરમિયાન બે અજાણ્યા ઈસમો દ્વારા રસ્તા પર રોકી મારી બહેનની છેડતી કેમ કરે છે કહી બબાલ કરી હતી. ત્યાર બાદ 16 લાખ રૂપિયા ભરેલી બેગની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

વાપીમાં ફ્લિપકાર્ટનો કર્મચારી શનિવાર અને રવિવાર બે દિવસનું 16 લાખનું કલેક્શન લઈ બેંકમાં જમા કરાવવા જતો હતો. આ દરમિયાન બે અજાણ્યા બાઈક ચાલકોએ રસ્તા અટકાવ્યો હતો અને મારી બહેનની છેડતી કેમ કરે છે કહીં બબાલ શરૂ કરી દીધી હતી. દરમિયાન બંને કર્મચારી પાસે રહેલા 16 લાખ રૂપિયા ભરેલી બેગની ચીલઝડપ કરીને ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કર્મચારીની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, શનિવાર અને રવિવારની રજાના કારણે બે દિવસનું મોટું કલેક્શન થયું હોવાથી તેને સોમવારે બેંકમાં જમા કરાવવામાં આવતું હોય છે. દરમિયાન ફ્લિપકાર્ટના કર્મચારીને અટકાવી તેની પાસેથી 16 લાખની ચીલઝડપથી કોઈ જાણભેદૂ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. જોકે, હાલ તો પોલીસ ફ્લિપકાર્ટના કર્મચારીની પૂછપરછ કરી અજાણ્યા ઈસમો અંગે તપાસ કરી રહી છે.