વરણી@દાહોદ: જીલ્લા સહકારી સંઘમાં ચેરમેન સહિત 13 ઉમેદવારો બિનહરીફ

અટલ સમાચાર, દાહોદ(નઇમ મુન્ડા) કોરોના મહામારી વચ્ચે ગત દિવસોએ દાહોદ જીલ્લા સહકારી સંઘમાં ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના 13 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. જીલ્લા સંઘના ચેરમેન, વાઇસ ચેરમેન અને મંત્રીની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના એકપણ ઉમેદવારોએ ફોર્મ નહીં ભરતાં ચૂંટણી બિનહરીફ થઇ હતી. દાહોદ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી ચૂંટણીમાં ચેરેમન સહિત 13 ઉમેદવારો
 
વરણી@દાહોદ: જીલ્લા સહકારી સંઘમાં ચેરમેન સહિત 13 ઉમેદવારો બિનહરીફ

અટલ સમાચાર, દાહોદ(નઇમ મુન્ડા)

કોરોના મહામારી વચ્ચે ગત દિવસોએ દાહોદ જીલ્લા સહકારી સંઘમાં ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના 13 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. જીલ્લા સંઘના ચેરમેન, વાઇસ ચેરમેન અને મંત્રીની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના એકપણ ઉમેદવારોએ ફોર્મ નહીં ભરતાં ચૂંટણી બિનહરીફ થઇ હતી. દાહોદ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી ચૂંટણીમાં ચેરેમન સહિત 13 ઉમેદવારો બિનહરીફ થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દાહોદ જીલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના 13 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આ તરફ ગઇકાલે દાહોદ પ્રાંત અધિકારીની કચેરીમાં ચેરમેન, વાઇસ ચેરમેન અને મંત્રીની વરણી કરવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે કલસિંગ મેડા, વાઇસ ચેરમેન તરીકે કિશોર તાવીયાડ અને મંત્રી તરીકે ગોપાલ ધાનકાની બિનહરીફ વરણી કરવામાં આવી છે.