આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા પોલીસ અધિક્ષકની સૂચનાથી વસાઇ પોલીસ સ્ટેશનમાં બારડ અશ્વિનકુમાર અંબુજીએ (રહે. ઉબખલ સાગરદાણ ફેકટરીના સામે દરબારવાસ,તા.વિજાપુર) પોતાનો દિકરો બારડ મહિપાલસિંહ અશ્વિનકુમાર અંબુજી ગત. ૬ જાન્યુઆરીના રોજ પોતાના ઘરેથી કોઇને કીધા વગર ચાલ્યો ગયો હોવાની ફરીયાદ આપી હતી. જે સંદર્ભે પોલીસે ગુમ થયાની તપાસ કરવા સારૂ વસાઇ પોસ્ટે વિસ્તારમાં તેમજ મહેસાણા પાલાવાસણા ચોકડી,રામપુરા ચોકડી તથા વિસનગરમાં આવેલ હોટલ,ધાબાઓમાં તપાસ કરી હતી. ગત તા. ૮ જાન્યુઆરીના રોજ પોલીસ જયારે વિજાપુર આનંદપુરા ચોકડી પાસે આવેલ પણામ હોટલે તપાસ કરતા હોટલ માલિકે તે ગુમ થનાર વ્યકિતને ઓળખી બતાવ્યો હતો અને પોલીસે તે બાળકને તેના પિતા બારડ અશ્વિનકુમાર અંબુજીને પરત સોંપી પોલીસે ગણતરીના કલાકોમાં આ બાળકને શોધી પોતાની ફરજ અદા કરી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code