ખળભળાટ@વાત્રક: હોસ્પિટલમાં ડોક્ટરો વચ્ચે મારામારી, એક ઘાયલ

અટલ સમાચાર, અરવલ્લી સમગ્ર ગુજરાતમાં અને દેશ દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવેલા મચાવી દીધો છે. ત્યારે આજે 24 કલાકમાં રાજ્યમાં 217 કેસ સામે આવ્યા છે. જ્યારે 24 કલાકમાં 9 લોકોના મોત થયા છે. આમ ગુજરાતમાં કુલ કોરોના વાયરસના 2624 કેસ સામે આવ્યા છે. રાજ્ય સરકારે 26 જિલ્લામાં કોવિડ 19ની સારવાર માટે ખાનગી હોસ્પિટલને કોવિડ 19 હોસ્પિટલ
 
ખળભળાટ@વાત્રક: હોસ્પિટલમાં ડોક્ટરો વચ્ચે મારામારી, એક ઘાયલ

અટલ સમાચાર, અરવલ્લી

સમગ્ર ગુજરાતમાં અને દેશ દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવેલા મચાવી દીધો છે. ત્યારે આજે 24 કલાકમાં રાજ્યમાં 217 કેસ સામે આવ્યા છે. જ્યારે 24 કલાકમાં 9 લોકોના મોત થયા છે. આમ ગુજરાતમાં કુલ કોરોના વાયરસના 2624 કેસ સામે આવ્યા છે. રાજ્ય સરકારે 26 જિલ્લામાં કોવિડ 19ની સારવાર માટે ખાનગી હોસ્પિટલને કોવિડ 19 હોસ્પિટલ જાહેર કરી છે. જેમાં અરવલ્લીના બાયડમાં આવેલી વાત્રક હોસ્પિટલને સામેલ કરાઈ છે. ત્યારે અહીં ડોક્ટરો વચ્ચે મારામારી થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકામાં આવેલી ખાનગી વાત્રક હોસ્પિટલને સરકારે કોવીડ – 19 તરીકે જાહેર કરવામાં આવી છે. ડોક્ટરો વચ્ચે થયેલી મારામારીમાં એક ડોક્ટર ઈજાગ્રસ્ત હોવાની માહિતી સાંપડી રહી છે. જો કે આરોગ્ય વિભાગ આ મામલે આંખ આડા કાન કરીને મામલો દબાવવા પ્રયાસ કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે. ડોક્ટરો વચ્ચે થયેલી મારામારીમાં બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મીઓએ દરમિયાનગીરી કરી હતી. ડોક્ટરો વચ્ચે મારામારી થતાં કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ ગભરાયા હતા.