વાવ: ઢેરીયાણામાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

અટલ સમાચાર,વાવ બનાસકાંઠાના વાવ તાલુકાના ઢેરીયાણા ગામે આગામી 29 મે થી 31 મે સુધી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેમાં ગ્રામજનો સહિત દૂર-દૂરથી દર્શનાર્થીઓ ઉમટી પડે તેવી શકયતાઓ સેવાઇ રહી છે. ઢેરીયાણામાં ચામુંડા માતાજી તથા નાગદેવતાની ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 29 મેના રોજ દિપ પ્રાગ્ટય, મંગલ પારંભ,પંચાગ કર્મ, મંડપ પવેશ, અગ્નિસ્થાપન, સમસ્ત દેવોની મહાપુજા, ગ્રહહોમ, કુટીરયજ્ઞ તથા સંધ્યા
 
વાવ: ઢેરીયાણામાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

અટલ સમાચાર,વાવ

બનાસકાંઠાના વાવ તાલુકાના ઢેરીયાણા ગામે આગામી 29 મે થી 31 મે સુધી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેમાં ગ્રામજનો સહિત દૂર-દૂરથી દર્શનાર્થીઓ ઉમટી પડે તેવી શકયતાઓ સેવાઇ રહી છે.

વાવ: ઢેરીયાણામાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

ઢેરીયાણામાં ચામુંડા માતાજી તથા નાગદેવતાની ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 29 મેના રોજ દિપ પ્રાગ્ટય, મંગલ પારંભ,પંચાગ કર્મ, મંડપ પવેશ, અગ્નિસ્થાપન, સમસ્ત દેવોની મહાપુજા, ગ્રહહોમ, કુટીરયજ્ઞ તથા સંધ્યા આરતી કરાશે. 3૦ મેના રોજ જળયાત્રા, મંદિરવાસ્તુ, શાંતિક પૌષ્ટિક હોમ, અધિવાસ, અંજન શલાકા અને સંધ્યા આરતી કરાશે. અને છેલ્લા દિવસે 31 મેના પ્રાણપ્રતિષ્ઠા, સ્થાપિત હોમ અને મહાઆરતી કરવામાં આવશે.

સમગ્ર મહોત્સવમાં યજ્ઞના આચાર્ય સ્થાને શાસ્ત્રી હિતેશકુમાર દેવશંકરભાઇ પુરોહિત ઉપસ્થિત રહેશે. તો ધર્મપ્રેમી જનતાને મહંત ૧૦૮ રાંણપુરી મહારાજ(માવસરી મઠ) તથા ગણપતભાઇ રામજીભાઇ ત્રિવેદી આશીવર્ચન આપશે. 3૦ મેના રાત્રિએ સંતવાણી કાર્યક્રમ યોજાશે.