આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, વડગામ

બનાસકાંઠાના વડગામની ગેલેક્સી સ્કૂલમાં વાર્ષિકોત્સ યોજાયો હતો. જેમાં શાળાના વિધાર્થિઓ દ્વારા અલગ અલગ કૃત્રિઓ રજૂ કરાઇ હતી. આ સાથે મોટી સંખ્યામાં વાલીઓ તેમજ શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વડગામ તાલુકા મથકે આવેલ ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ અને કેસરબા જાડેજા વિધા સંકુલ ખાતે વાર્ષિકોત્સવ તેમજ શાળા મા ધો: ૧૦-૧૨ માં અભ્યાસ કરતા વિધાર્થિઓનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમા શાળાના કેજી થી લઇને ધોરણ 12 સુધીના વિધાર્થિઓમાં રહેલી કલાઓને શાળા સ્ટાફ પરીવાર દ્રારા બહાર લાવીને વિધાર્થિઓને જાહેરમા સ્ટેજ પર લાવીને પરફોમ્સને બહાર લાવવા માટેની શિક્ષકો દ્વારા તૈયારીઓ કરાવાઇ હતી. જેમા અનેક નાના ભુલકાઓ તેમજ વિધાર્થિઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કૃતિઓ રજૂ કરાઇ હતી.

વિધાર્થિઓ દ્રારા પર સ્ટેજ પરફોમન્સ કરતા ઉપસ્થિત લોકો પણ મંત્રમુગ્ધ બની ગયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરનાર વિધાર્થિઓને ઉપસ્થિત વાલીઓ દ્રારા ઇનામો અપાયા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમમા બનાસકાંઠા કિસાન સેલના અગ્રણી કાનજીભાઇ ધૂળીયા, ભાજપ યુવા અગ્રણી અને વડગામ સરપંચ ભગવાનસિંહ સોલંકી, સામંતસિંહ સોલંકી, વિનોદભાઇ રાઠી સહીત મોટી સંખ્યામાં વાલીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર દ્રારા મહાનુભાવોનુ શાલ ઓઢાડીને સન્માન કરાયુ હતુ. ગેલેક્સી સ્કુલના પ્રમુખ કાનજીભાઇ ચૌધરી, ડૉ.જાડેજા તેમજ શાળાના તમામ શિક્ષકગણ તેમજ સ્ટાફ ગણ દ્રારા આ સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

23 Oct 2020, 11:17 AM (GMT)

COVID-19 Global Stats

42,083,997 Total Cases
1,144,239 Death Cases
31,226,418 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code