વેરાવળ: કોરોના પોઝિટિવ યુવતીનું મોત થતા ડોક્ટર પર પરિવારનો હુમલો

અટલ સમાચાર, ડેસ્ક વેરાવળની કોવિડ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલાની ઘટનામાં પોલીસે 10 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. કોરોના પોઝિટિવ યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારે ડોક્ટર પર હુમલો કર્યો હતો. જેના પગલે સમગ્ર મામલે ડૉ. આકાશ શાહે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે 10 શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં
 
વેરાવળ: કોરોના પોઝિટિવ યુવતીનું મોત થતા ડોક્ટર પર પરિવારનો હુમલો

અટલ સમાચાર, ડેસ્ક

વેરાવળની કોવિડ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલાની ઘટનામાં પોલીસે 10 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. કોરોના પોઝિટિવ યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારે ડોક્ટર પર હુમલો કર્યો હતો. જેના પગલે સમગ્ર મામલે ડૉ. આકાશ શાહે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે 10 શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મળતી માહિતી અનુસાર વેરાવળની કોવિડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. રોષે ભરાયેલા પરિવારજનો સહિત લોકોનું ટોળું હોસ્પિટલમાં ઘુસી આવ્યા હતા. ડો આકાશ શાહ પર હુમલો કર્યો હતો. આ સાથે જ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.

આ ઘટનાને પગલે ડોક્ટર દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદનાં પગલે પોલીસ દ્વારા 10 અજાણ્યા શખ્સો વિરુદ્ધ સરકારી મિલકતને નુકસાન, ફરજમાં રૂકાવટ જેવી વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તપાસ હાથ ધરવામાં આવી છે.