નિર્ણય@બનાસકાંઠા: કોરોનાના શંકાસ્પદોનુ ટેન્શન દૂર કરવા વ્યવસ્થા ગોઠવી

અટલ સમાચાર, પાલનપુર કોરોના વાયરસને લઈ હોમ ક્વોરોન્ટાઈન વ્યક્તિએ ગઇકાલે આપઘાત કર્યો હતો. જેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી પરંતુ જિલ્લા તંત્રએ હરકતમાં આવી માનસિક તણાવ દૂર કરવા શંકાસ્પદો માટે વ્યવસ્થા ગોઠવી છે. જેમાં વિશેષ ડોક્ટરની ટીમ ફોન ઉપર કાઉન્સિલ જરૂરી માર્ગદર્શન આપશે. શંકાસ્પદ દર્દીઓ નિર્ધારિત સમયમાં ફોન કરી પોતાની વેદના જણાવી રાહતના સુચનો મેળવી
 
નિર્ણય@બનાસકાંઠા: કોરોનાના શંકાસ્પદોનુ ટેન્શન દૂર કરવા વ્યવસ્થા ગોઠવી

અટલ સમાચાર, પાલનપુર

કોરોના વાયરસને લઈ હોમ ક્વોરોન્ટાઈન વ્યક્તિએ ગઇકાલે આપઘાત કર્યો હતો. જેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી પરંતુ જિલ્લા તંત્રએ હરકતમાં આવી માનસિક તણાવ દૂર કરવા શંકાસ્પદો માટે વ્યવસ્થા ગોઠવી છે. જેમાં વિશેષ ડોક્ટરની ટીમ ફોન ઉપર કાઉન્સિલ જરૂરી માર્ગદર્શન આપશે. શંકાસ્પદ દર્દીઓ નિર્ધારિત સમયમાં ફોન કરી પોતાની વેદના જણાવી રાહતના સુચનો મેળવી શકશે. શંકાસ્પદો હોમ ક્વોરોન્ટાઈન થયા બાદ માનસિક રીતે મજબૂત રહે તે માટે આ સૌથી મોટો નિર્ણય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોના વાયરસને લઈ એક નવી વ્યવસ્થા ઉભી કરી છે. હોમ કોરોન્ટાઇન થયેલા લોકો માટે વિના મૂલ્યે કોલ કાઉન્સલિંગ શરૂ કરવામાં આવ્યું છે. શંકાસ્પદો પોતાનો પ્રશ્ન, મુંઝવણ કે તકલીફ રજૂ કરી ફોનમાં જ તેનું સમાધાન મેળવી શકશે. આ માટે જિલ્લાના 14 જેટલા સાઇકોલોજીસ્ટ ડોક્ટરોની ટીમ તૈયાર કરી છે. લોકડાઉન વચ્ચે ઘરે બેઠા ફોન કરી માર્ગદર્શન મેળવી શકે તે માટે કાઉન્સિલિંગની શરૂઆત કરી છે. હોમ ક્વોરોન્ટાઈન થયા બાદ પણ કોઈપણ વ્યક્તિ માનસિક રીતે ચિંતાગ્રસ્ત ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, શુક્રવારે બપોરે વિનોદ ચોરાસિયા નામના યુવાને હોમ ક્વોરોન્ટાઈન પૂર્ણ થયાને કલાકોમાં આપઘાત કર્યો હતો. જોકે આપઘાત પાછળનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી પરંતુ શંકાસ્પદો લોકડાઉન દરમ્યાન માનસિક રીતે સ્વસ્થ રહે તે અત્યંત મહત્વનું છે. આથી બનાસકાંઠા જિલ્લા તંત્રએ હરકતમાં આવી હોમ ક્વોરોન્ટાઈન હેઠળના તમામ માટે ટેલિફોનિક માર્ગદર્શનની વ્યવસ્થા ગોઠવી દીધી છે.