ચુકાદો@દિયોદર: છેડતી કેસમાં 2 ઇસમોને 3 વર્ષની સજા, 5 હજારનો દંડ

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) દિયોદર સેશન્સ કોર્ટે 2017ના છેડતીના કેસમાં બે ઇસમોને ત્રણ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. 2017માં ભાભર તાલુકાના ખારીપાલડી ગામની સગીરાના પરિવારજનોએ બે ઇસમો વિરૂધ્ધ છેડતીની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં આપી હતી. જે કેસ ગઇકાલે દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં જે.એન.ઠક્કરની કોર્ટમાં ચાલી જતાં બંનેને ત્રણ વર્ષની સજા અને પાંચ-પાંચ
 
ચુકાદો@દિયોદર: છેડતી કેસમાં 2 ઇસમોને 3 વર્ષની સજા, 5 હજારનો દંડ

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

દિયોદર સેશન્સ કોર્ટે 2017ના છેડતીના કેસમાં બે ઇસમોને ત્રણ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. 2017માં ભાભર તાલુકાના ખારીપાલડી ગામની સગીરાના પરિવારજનોએ બે ઇસમો વિરૂધ્ધ છેડતીની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં આપી હતી. જે કેસ ગઇકાલે દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં જે.એન.ઠક્કરની કોર્ટમાં ચાલી જતાં બંનેને ત્રણ વર્ષની સજા અને પાંચ-પાંચ હજારનો દંડ ફટકારાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના ખારીપાલડી ગામની સગીરા સાથે બે ઇસમોએ 2017માં છેડતી કરી હતી. જે બાબતે સગીરાના પરિવારજનોએ 7/1/2017ના રોજ ભાભર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ હતુ કે, શાળાએ ભણવા જતી વેળાએ ગામના તળાવની પાળ નજીક ભરત અને બકાભાઇએ મોબાઇલમાં ફોટા પાડી છેડતી કરી હતી. આ સાથે આંખના ઇશારે બદઇરાદાથી ઇજ્જત લેવા પાછળ-પાછળ આવ્યા હતા. ભાભર પોલીસે ગુનો નોંધ્યા બાદ આ કેસ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં જે.એન.ઠક્કરની કોર્ટમાં કેસ ચાલી જતાં બંનેને ત્રણ વર્ષની સજા અને પાંચ-પાંચ હજારનો દંડ ફટકારાયો છે

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સરકારી વકીલ વી.ડી.ઠાકોરની ધારદાર દલીલોને અંતે તમામ પુરાવાઓ આરોપીઓનો ગુનો સાબિત કરતા હોઇ જજે ચુકાદો સંભાળાવ્યો હતો. એડિશનલ સેશન્સ કોર્ટમાં જે.એન.ઠક્કરની કોર્ટમાં કેસ ચાલી જતાં ભરત મશાભાઇ દલિત અને બકાભાઈ મફાભાઈ વાદી બંને આરોપીઓને ઇપીકો કલમ 354 CDના ગુન્હામાં ત્રણ વર્ષની સજા અને પોસ્કો એકટની કલમ-8ના ગુન્હામાં બન્ને આરોપીઓને ત્રણ વર્ષની સજા અને પાંચ-પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.