નિર્ણય@ઊંઝા: કોરોના સામે લડવા ઊમિયાધામ સંસ્થાએ 15 લાખ આપ્યા

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર) કોરોના વાયરસને WHO દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. કોરોના વાયરસને કાબુમાં લેવા સરકાર તેમજ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ એકઝુટ થઇ ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહી છે. ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા હંમેશા રાષ્ટ્રીય આપત્તિ હોય કે, ગુજરાતમાં આવી પડેલ કુદરતી હોનારતો પ્રસંગે પણ સંસ્થા અગ્રેસર રહી સામાજિક દાચિત્વ નિભાવી મદદરૂપ થાય
 
નિર્ણય@ઊંઝા: કોરોના સામે લડવા ઊમિયાધામ સંસ્થાએ 15 લાખ આપ્યા

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર)

કોરોના વાયરસને WHO દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. કોરોના વાયરસને કાબુમાં લેવા સરકાર તેમજ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ એકઝુટ થઇ ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહી છે. ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા હંમેશા રાષ્ટ્રીય આપત્તિ હોય કે, ગુજરાતમાં આવી પડેલ કુદરતી હોનારતો પ્રસંગે પણ સંસ્થા અગ્રેસર રહી સામાજિક દાચિત્વ નિભાવી મદદરૂપ થાય છે.

નિર્ણય@ઊંઝા: કોરોના સામે લડવા ઊમિયાધામ સંસ્થાએ 15 લાખ આપ્યા

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ઊંઝા તાલુકામાં આવેલ માં ઉમિયા મંદિરના સંસ્થાન દ્રારા દાનપેટ સ્વરૂપે રકમ આપવામાં આવી છે. આ વૈશ્વિક મહામારીના પ્રસંગે ગુજરાત સરકારને આર્થિક રીતે મદદરૂપ થવા સંસ્થા તરફથી રૂ.15,00,000 (પંદર લાખની) સહાય આપવાનું નક્કી કરેલ છે.