નિર્ણય@વિજયનગર: ગ્રામસભામાં મોટો નિર્ણય, કડક દારૂબંધી લાગૂ કરાઇ

અટલ સમાચાર,વિજયનગર વિજયનગર તાલુકાના ગામે કડક દારૂબંધી લાગુ કરાવવા ગ્રામજનો મક્કમ બન્યા છે. ગ્રામસભામાં કડક દારૂબંધીનો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. આ સાથે દારૂ પીનાર અને વેચનારને પોલીસને હવાલે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પંથકના આદિવાસી વિસ્તારના છેવાડાના ગામના આવા નિયમથી અનેક ગામડાઓ માટે પણ એક રાહ ચિંધી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
નિર્ણય@વિજયનગર: ગ્રામસભામાં મોટો નિર્ણય, કડક દારૂબંધી લાગૂ કરાઇ

અટલ સમાચાર,વિજયનગર

વિજયનગર તાલુકાના ગામે કડક દારૂબંધી લાગુ કરાવવા ગ્રામજનો મક્કમ બન્યા છે. ગ્રામસભામાં કડક દારૂબંધીનો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. આ સાથે દારૂ પીનાર અને વેચનારને પોલીસને હવાલે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પંથકના આદિવાસી વિસ્તારના છેવાડાના ગામના આવા નિયમથી અનેક ગામડાઓ માટે પણ એક રાહ ચિંધી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નિર્ણય@વિજયનગર: ગ્રામસભામાં મોટો નિર્ણય, કડક દારૂબંધી લાગૂ કરાઇ

સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના નવાભગા ગામમાં દારૂબંધીને લઇ આવકારવાદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ દારૂ પીવાથી અકસ્માત સહિતના કારણે ગામના યુવાધનના મોત નિપજ્યા છે. જેને લઇ ગ્રામસભામાં સર્વાનુમતે ગામમાં કડક દારૂબંધીનો નિયમ લાગૂ કરી દીધો છે અને દારૂ પીવાવાળા અને વેચવાવાળાને પોલીસ હવાલે કરવાનો નિર્ણય કરાયો છે. દારૂની બદીના કારણે વિસ્તારના લોકોમાં શિક્ષણનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે નીચું જતું રહ્યું હતું.

નિર્ણય@વિજયનગર: ગ્રામસભામાં મોટો નિર્ણય, કડક દારૂબંધી લાગૂ કરાઇ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગામના યુવાનો દારૂના રવાડે ચડતા નોકરી કે ધંધો કરતા ન હતા. ઉપરાંત તેમને કોઈ નોકરીએ પણ રાખતા ન હતા. જેને પગલે અહીં બેરોજગારીનું પ્રમાણ વધારે હતું. ગામનો વિકાસ રૂંધાવાનું કારણ એકમાત્ર દારૂ જ હતું. જેને લઇ ગામલોકોએ તાત્કાલિક ગ્રામસભા યોજી વિગતવાર ચર્ચા વિચારણાના અંતે ગ્રામસભામાં ઠરાવ પસાર કર્યો હતો. જેમાં ગામમાં કોઈપણ વ્યક્તિ દારૂનું વેચાણ કરવા દેવામાં આવશે નહીં. ઉપરાંત ગામનો કોઈપણ યુવાન દારૂ પીશે નહીં. છતાં પણ કોઈ દારૂ પીધેલું પકડાશે તો ગામના આગેવાનો જાતે તેને પકડીને પોલીસ હવાલે કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.