વિડીયો@ખેરાલુ: શાળાની કિશોરીઓએ કોરોના વાયરસ સામે જાગૃતિનું ગીત ગાયું

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર) ખેરાલુ તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષિકાઓએ કોરોના વાયરસ સામે જનજાગૃતિ ઉભુ કરતું અને સાંભળવુ ગમતું ગીત બનાવ્યુ છે. જેને પોતાની જ શાળાની કિશોરીઓએ કોકીલકંઠે સુર આપ્યો હતો. વિદ્યાર્થીનીઓએ ગાયેલ ગીતનો વિડીયો બનાવી સોશિયલ મિડીયામાં શેર કર્યો છે. કોરોના સામે ગીતનો વિડીયો સામે આવતા જનજાગૃતિમાં વધારો થઇ રહ્યો છે. શાળામાં અભ્યાસ સાથે
 
વિડીયો@ખેરાલુ: શાળાની કિશોરીઓએ કોરોના વાયરસ સામે જાગૃતિનું ગીત ગાયું

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર)

ખેરાલુ તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષિકાઓએ કોરોના વાયરસ સામે જનજાગૃતિ ઉભુ કરતું અને સાંભળવુ ગમતું ગીત બનાવ્યુ છે. જેને પોતાની જ શાળાની કિશોરીઓએ કોકીલકંઠે સુર આપ્યો હતો. વિદ્યાર્થીનીઓએ ગાયેલ ગીતનો વિડીયો બનાવી સોશિયલ મિડીયામાં શેર કર્યો છે. કોરોના સામે ગીતનો વિડીયો સામે આવતા જનજાગૃતિમાં વધારો થઇ રહ્યો છે. શાળામાં અભ્યાસ સાથે તંદુરસ્તીની કાળજી આપતા આ વિડીયોમાં સાંભળવા મળતાં સુર પસંદ થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના ડભાડ પ્રાથમિક શાળાની શિક્ષિકાઓએ કોરોના વાયરસ ઉપર એક ગીત બનાવ્યુ છે. બે શિક્ષિકાઓએ કોરોનાને લઇ જનજાગૃતિ ફેલાવવા આ ગીત તૈયાર કર્યુ છે.

વિડીયો@ખેરાલુ: શાળાની કિશોરીઓએ કોરોના વાયરસ સામે જાગૃતિનું ગીત ગાયું

જોકે ગીત લખીને તૈયાર કર્યા બાદ શાળાની કિશોરીઓએ તેને કંઠ આપી એકસુરમાં ગાયન કર્યુ છે. આ ગીતમાં વાયરસ અંગે જાગૃત રહેવાનો સંદેશો આપવામાં આવ્યો છે. લોકો પણ આ ગીતને રસપૂવર્ક સાંભળી અને શેર કરી જાગૃતિમાં વધારો કરી રહ્યા છે.