વિધાનસભા@ગાંધીનગર: સરકાર દ્વારા નવા વાહનો ખરીદવા માટે પ્રસ્તાવ રજુ

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકાર દ્વારા નવા વાહનો ખરીદવા માટેનો પ્રસ્તાવ રજુ કરાયો છે. જે સંદર્ભે ગુરુવારે તેના પર મત લેવાશે. જોકે બહુમતી ભાજપની હોવાને પગલે તે પ્રસ્તાવ પર મંજુરીની મહોર લાગતા વાર નહીં લાગે. વર્ષ 2020- 21ના અંદાજપત્રમાં મુખ્યમંત્રીની સુરક્ષા માટે વાહન ખરીદી હેઠળ રૂપિયા 1.44 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જ્યારે રાજ્યપાલની
 
વિધાનસભા@ગાંધીનગર: સરકાર દ્વારા નવા વાહનો ખરીદવા માટે પ્રસ્તાવ રજુ

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકાર દ્વારા નવા વાહનો ખરીદવા માટેનો પ્રસ્તાવ રજુ કરાયો છે. જે સંદર્ભે ગુરુવારે તેના પર મત લેવાશે. જોકે બહુમતી ભાજપની હોવાને પગલે તે પ્રસ્તાવ પર મંજુરીની મહોર લાગતા વાર નહીં લાગે. વર્ષ 2020- 21ના અંદાજપત્રમાં મુખ્યમંત્રીની સુરક્ષા માટે વાહન ખરીદી હેઠળ રૂપિયા 1.44 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જ્યારે રાજ્યપાલની સુરક્ષા માટેના વાહનો ખરીદવા રૂપિયા 3.12 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિધાનસભામાં સરકાર દ્રારા નવા વાહનો ખરીદવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. જેમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિતનાના સુરક્ષા વાહનો ખરીદવા માટે કરોડોનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. કોન્વોયમાં રહેલી કારને બદલવા ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે. તેના માટે વર્ષ 2020- 21ના અંદાજપત્રમાં મુખ્યમંત્રીની સુરક્ષા માટે વાહન ખરીદીના હેડ હેઠળ રૂપિયા 1.44 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાજ્યપાલની સુરક્ષા માટેના વાહનો ખરીદવા રૂપિયા 3.12 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે અને પોલીસ દળમાં જૂના વાહનો સામે નવા વાહનો ખરીદવા રૂપિયા 61.21 કરોડની માંગણી કરવામાં આવી છે. નોંધનિય છે કે, થોડા વખત પહેલા જ રુ. 197 કરોડના પ્લેન ખરીદવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના કોન્વોય ઉપરાંત અન્ય નેતાઓ માટે, રાજ્યપાલ માટે પણ નવા વાહનો ખરીદવાનો પ્રસ્તાવ રજુ કરાયો છે.