વિજાપુર: કેનાલમાંથી મહિલાની લાશ મળ્યા બાદ સમાજે રેલી કાઢી

અટલ સમાચાર, મહેસાણા વિજાપુરના રણાસણ ગામની દીકરીની લાશ કલોલની કેનાલમાંથી મળી આવી હતી. જે બાદ દીકરીનાં માતા-પિતા દ્વારા તેની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો હતો. તો આ મામલે રાવલ સમાજે પણ દીકરીની હત્યા થઈ છે કે આત્મહત્યા તે અંગે ન્યાય મેળવવા માટે મૌન રેલીનું આયોજન કર્યું હતું. અને ભવિષ્યમાં અન્ય કોઈ દીકરી સાથે આવો
 
વિજાપુર: કેનાલમાંથી મહિલાની લાશ મળ્યા બાદ સમાજે રેલી કાઢી

અટલ સમાચાર, મહેસાણા

વિજાપુરના રણાસણ ગામની દીકરીની લાશ કલોલની કેનાલમાંથી મળી આવી હતી. જે બાદ દીકરીનાં માતા-પિતા દ્વારા તેની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો હતો. તો આ મામલે રાવલ સમાજે પણ દીકરીની હત્યા થઈ છે કે આત્મહત્યા તે અંગે ન્યાય મેળવવા માટે મૌન રેલીનું આયોજન કર્યું હતું. અને ભવિષ્યમાં અન્ય કોઈ દીકરી સાથે આવો બનાવ ન બને તે માટે આ રેલીનું આયોજન કરાયું હતું.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

મહેસાણા જીલ્લાના વિજાપુરના રણાસણ ગામના લગ્ન આશરે 15 વર્ષ પહેલાં રણાસણ ગામે રહેતાં રાવલ પરિવારના યુવક સાથે થયેલ હતા. વિજાપુર તાલુકાના રણાસણ ગામે રહેતાં રાવલ પરિવારનાં લગ્ન બાજુનાં ગામમાં આજોલ થયા હતા. તેઓને બે બાળકો પણ છે તારીખ ૯/૧૧/૨૦૧૯ના દિવસે પોતાના ભાઈના ઘરે લગ્નમાં વિજાપુર ગયા હતા. ત્યારે સાંજે તેમના પતિ બાળકોને લઇને રણાસણ ગયા હતા.

મહિલા સાંજે પાંચ વાગે કન્યા વિદાય પછી પોતાના પરિવારને મળીને ઘરે જઉં છું એવું કહીને નીકળી ગયા હતા. પંરતુ ઘરે પરત ન ફરતાં એમના પતિએ મરનારનાં પિયરમાં ફોન કર્યો હતો અને શોધખોળ ચાલુ કરવામાં આવી હતી. ૧૪/૧૧/૨૦૧૯ના રોજ ન્યુઝ પેપરના માધ્યમથી જાણ થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ગયા હતા. ત્યારે જાણવા મળ્યું હતુ કે કલોલ જાસપુર સીમમાં પસાર થતી કેનાલમાંથી આ લાશ મળી છે.

આ તરફ પરિણિતાના પિયર પક્ષના કહેવા પ્રમાણે અમારી દીકરીની હત્યા થઈ છે. એમને વિજાપુર પોલીસ સ્ટેશનમાં તેમનાં પતિ અને એમની બે નણંદ વિરુદ્વમાં આઇપીસી 306/114 ફરીયાદ નોધાવી છે. પંરતુ એમને યોગ્ય ન્યાય મળે અને આ દીકરી સાથે જે થયું એ ભવિષ્યમાં બીજા કોઈની સાથે આવી ઘટના ન બને એ માટે રણાસણ ખાતે આજુબાજુના ગામના રાવલ સમાજના લોકોએ આ મૌન રેલીનું આયોજન કર્યું હતું. રણાસણ ગામમાં તેમજ આજુબાજુનાં વિસ્તારમાં પણ ન્યાય નહી મળે ત્યાં સુધી આવી રેલીનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.