દિયોદર, કાંકરેજ અને લાખણી તાલુકાના ગામોને કન્ટેઇનમેન્ટ ઝોનના નિયંત્રણોમાંથી મુક્ત કરાયાં

અટલ સમાચાર. પાલનપુર ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાના પગલારૂપે ભારત સરકારની તા.૩૦/૫/૨૦૨૦ની નવી માર્ગદર્શિકા મુજબ તથા ગુજરાત સરકારના તા.૩૦/૫/૨૦૨૦ના જાહેરનામાથી લોકડાઉન સંદર્ભે નિર્દેશો આપેલ છે. મિશન ડાયરેકટર, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન તા.૦૬/૦૪/૨૦૨૦ના પત્રથી કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલા હોય
 
દિયોદર, કાંકરેજ અને લાખણી તાલુકાના ગામોને કન્ટેઇનમેન્ટ ઝોનના નિયંત્રણોમાંથી મુક્ત કરાયાં

અટલ સમાચાર. પાલનપુર

ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાના પગલારૂપે ભારત સરકારની તા.૩૦/૫/૨૦૨૦ની નવી માર્ગદર્શિકા મુજબ તથા ગુજરાત સરકારના તા.૩૦/૫/૨૦૨૦ના જાહેરનામાથી લોકડાઉન સંદર્ભે નિર્દેશો આપેલ છે. મિશન ડાયરેકટર, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન તા.૦૬/૦૪/૨૦૨૦ના પત્રથી કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલા હોય તેવા સુચિત વિસ્તાર નક્કી કરવા ગાઈડલાઈન નકકી કરવામાં આવેલ છે. જે અન્વયે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના તાણા ગામમાં  અયોધ્યા-૨ સોસાયટી, દિયોદર તાલુકાના ધ્રાંડવના (૧) પ્લોટ વિસ્તાર નર્મદા મેઈન કેનાલથી મેરાજભાઈ વનાભાઈ ઠાકોરના ઘર સુધી, (૨) પ્લોટ વિસ્તાર ધ્રાંડવ સેવા સહકારી મંડળીના ગોડાઉનથી ગણેશભાઈ પુનમાજી ચૌધરી ઘર સુધી), (૩) હંસાજી પરખાજી પટેલનું ખેતર સ.નં. ૩૫, વસરામજી પરખાજી પટેલનું ખેતર સ.નં.૪૦,  દિયોદર તાલુકાના  મિઠીપાલડી ગામમાં વણકરવાસ રૂપાભાઈ સદાભાઈ બારોટના ઘરથી જીવાભાઈ સદાભાઈ બારોટના ઘર સુધી, દિયોદર ગામમાં ઠાકોરવાસ, ઠાકોર વિરચંદજી મધુજીના ઘરથી કુંભાર સાયબાજી કાળુજી ના ઘર સુધી, લાખણી તાલુકાના આગથળા ગામમાં આગથળાથી કુડા જતા રસ્તાનો સીમ વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસ મળી આવતા જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીના જાહેરનામાંથી કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો.

ભારત સરકારના હુકમ નં. ઝેડ/૨૮૦૧૫/૧૯/૨૦૨૦-ઈએમઆર(પીટી),  તા.૧૭/૦૫/૨૦૨૦થી કન્ટેઈનમેન્ટ ઝોન અંગે નિર્ધારીત કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબના સમયગાળા દરમ્યાન કોઈ નવીન કોરોના પોઝીટીવ કેસ મળી આવેલ ન હોઈ કન્ટેઈનમેન્ટ ઝોનના નિયંત્રણો ચાલુ રાખવા જરૂરી જણાતા નથી.

 બનાસકાંઠા જિલ્લાના ઉપર જણાવેલ કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયેલ વિસ્તારમાં વિગતે કોઈ નવીન પોઝીટીવ કેસ નોધાયેલ ન હોઈ સંદીપ સાગલે, (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા દ્વારા ઉપર જણાવેલ કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરેલ વિસ્તારને કોવીડ-૨૦૧૯ કન્ટેઈનમેન્ટ ઝોનના નિયંત્રણોમાંથી મુક્ત કરવા હુકમ કરવામાં આવ્યો છે.

ફાઇલ તસવીર છે