પ્લેનમાં ઝારખંડથી અમદાવાદ મોબાઈલ ચોરી કરવા આવતી VIP ગેંગ ઝડપાઇ

અટલ સમાચાર, ડેસ્ક વિમાન મારફતે ઝારખંડથી અમદાવાદ મોબાઈલ ચોરી કરવા આવતી ગેંગ પોલીસના હાથે ઝડપાઈ છે. વટવા પોલીસે બે સગીર સહિત ચાર આરોપીને ઝડપી 1.56 લાખની કિંમતના 18 મોબાઇલ કબ્જે કર્યા છે. જોકે ચોરીના મોબાઈલ ક્યાં અને કોને વેચતા હતા કે અન્ય કોઈ ગુનામા વપરાતા હતા તેની તપાસ શરૂ કરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
પ્લેનમાં ઝારખંડથી અમદાવાદ મોબાઈલ ચોરી કરવા આવતી VIP ગેંગ ઝડપાઇ

અટલ સમાચાર, ડેસ્ક

વિમાન મારફતે ઝારખંડથી અમદાવાદ મોબાઈલ ચોરી કરવા આવતી ગેંગ પોલીસના હાથે ઝડપાઈ છે. વટવા પોલીસે બે સગીર સહિત ચાર આરોપીને ઝડપી 1.56 લાખની કિંમતના 18 મોબાઇલ કબ્જે કર્યા છે. જોકે ચોરીના મોબાઈલ ક્યાં અને કોને વેચતા હતા કે અન્ય કોઈ ગુનામા વપરાતા હતા તેની તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વટવા પોલીસે દુર્ગાકરમ લોહાર અને વિક્રમ મહતો નામના બે આરોપી અને બે સગીરની ધરપકડ કરી છે. જે બન્ને આરોપી પોતાની સાથે બે સગીર બાળકોને રાખી મોબાઈલ ચોરી કરાવતા હતા. આરોપી ભીડભાડ વાળી જગ્યા પર સગીરોને સાથે રાખી મોબાઈલ ચોરી કરાવી ફરાર થઈ જતા હતા. પોલીસે આરોપી પાસેથી 1.56 લાખના 18 મોબાઇલ કબ્જે કર્યા છે. આરોપી ઝારખંડ થી વિમાન મારફતે અમદાવાદ ચોરી કરવા આવ્યા હોવાનુ સામે આવ્યુ છે. જેથી આરોપી પહેલા કેટલી વખત ચોરી કરી ચુક્યા છે તેની તપાસ હાથ ધરી છે.

ચોરીના ગુનામા ઝડપાયેલા સગીર આરોપી મોબાઈલ ની ચોરી કરી દુર્ગાકરમ અને વિક્રમને સોપી દેતા હતા. બાદમા બીજો મોબાઈલ ચોરી કરતા હતા. પરંતુ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન સગીર ને ચોરીના સિમકાર્ડ વિનાના મોબાઈલ સાથે ઝડપી પાડ્યા હતો. તેની પુછપરછ કરતા અન્ય બે આરોપી જમાલપુર પાસેથી રંગેહાથ મોબાઈલ ચોરી કરતા ઝડપાયા હતા. જેમની તપાસ કરતા અમદાવાદ, વડોદરા સહિતના ચોરીના મોબાઈલ કબ્જે કરવામા આવ્યા છે.

લીસે ચોરીના ગુનામા આરોપીની ધરપકડ કરી પરંતુ ચોરી ના મોબાઈલ આરોપી ક્યા અને કોને વેચતા હતા તે અંગે તપાસ હાથ ધરી છે. કારણ કે ઝારખંડ ઓનલાઈન છેતરપિંડી નુ એપી સેન્ટર છે. માટે ચોરીના મોબાઈલ અન્ય ગુનામા વપરવામા આવે છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ચોરીની ઘટનાઓ ખુબ વધી ગઈ છે. પોલીસ પણ ચોર ગેંગોને ઝડપી પાડવા આકાશ-પાતાળ એક કરી રહી છે.