વાયરલ@અમદાવાદ: ઉપરી અધિકારીને પૈસા નહીં આપતાં નોકરીમાંથી કાઢી મુક્યો: હોમગાર્ડ જવાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે અમદાવાદ પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં હોમગાર્ડ જવાનનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં હોમગાર્ડ જવાને ઉપરી અધિકારી સામે ગંભીર આક્ષેપો કરતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે. વાયરલ વીડિયોમાં હોમગાર્ડે જણાવ્યું છે કે, હોમગાર્ડની ટ્રેઝરી કચેરીમાં ફરજ બજાવતા અધિકારીએ બે મહિનાથી પૈસા નહીં આપ્યા હોવાથી
 
વાયરલ@અમદાવાદ: ઉપરી અધિકારીને પૈસા નહીં આપતાં નોકરીમાંથી કાઢી મુક્યો: હોમગાર્ડ જવાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે અમદાવાદ પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં હોમગાર્ડ જવાનનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં હોમગાર્ડ જવાને ઉપરી અધિકારી સામે ગંભીર આક્ષેપો કરતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે. વાયરલ વીડિયોમાં હોમગાર્ડે જણાવ્યું છે કે, હોમગાર્ડની ટ્રેઝરી કચેરીમાં ફરજ બજાવતા અધિકારીએ બે મહિનાથી પૈસા નહીં આપ્યા હોવાથી મને નોકરીએ આવવાની ના પાડી દીધી છે. જેથી હવે ના છુટકે મારે આત્મવિલોપન કરવું પડે તેવી પરિસ્થિતિ છે. જેના જવાબદાર અધિકારી રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં હોમગાર્ડ ગૌતમ શ્રીમાળીની ફરજ IPS બંગલામાં છે. આજે વહેલી સવારે સોશિયલ મીડિયામાં તેમનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં હોમગાર્ડ ટ્રેઝરી કચેરીમાં ફરજ બજાવતાં સાંતેજા નામના અધિકારી પર આક્ષેપ કરતા કહ્યું છે કે, હું IPS બંગલા પર નોકરી કરું છું અને સતત 25-26 દિવસ નોકરી કરું છું. મારો કોઈ વાંક નથી અને બીજું કે તેમને પૈસા આપ્યા નથી એટલે મને નોકરી આવવાની ના પાડી છે. હું ટ્રેઝરીમાં મળવા ગયો તો તેઓએ મને કહ્યું ગૌતમભાઈ મારે જિલ્લા કમાન્ડન્ટ સાહેબને પણ પૈસા આપવાના હોય છે. તમારે જે કરવું હોય એ કરો. મારુ કોઈ કશું કોઈ નહિ બગાડી શકે કારણે હું ઉપર પૈસા આપું છું.

આ સાથે હોમગાર્ડ ગૌતમ શ્રીમાળીએ જણાવ્યું હતુ કે, હું ખેડા જિલ્લાથી 90 કિલોમીટર દૂરથી નોકરી આવુ છું મારે કમાનાર કોઈ નથી. મારે ત્રણ દીકરીઓ છે. હું હોમગાર્ડની નોકરી પર જીવું છું. મને કાલથી નોકરી પર આવવાનું નથી એમ સાહેબે કીધું છે. ઉચ્ચ અધિકારીઓ અને હોમગાર્ડ પણ જાણે છે કે, સાંતેજા બળવાન અધિકારી છે. એમને પણ ખબર છે કે, શ્રીમાળી મારુ કશું નહીં ઉખાડી શકે. મને પણ ધમકી આપી છે કે, હું જોવું છું તું કેવો નોકરી કરે છે એટલે નાછૂટકે મારે આત્મવિલોપન કે કઈ કરવું પડે. આ વ્યક્તિ ખૂબ પહોંચેલો છે અને મને નોકરી નહિ કરવા દે પરંતુ હું આ વીડિયો એટલે જાહેર કરું છું કે મને કે મારા પરિવારને કઈ થાય એના માટે સાંતેજા સાહેબ જવાબદાર હશે.

આ વાયરલ વીડિયો મામલે હોમગાર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે, હોમગાર્ડ જવાને જે આક્ષેપ કર્યા છે એ તદ્દન ખોટા છે. લોકડાઉનમાં અનેક ફરિયાદ મળતાં ઉપરના અધિકારીઓના આદેશ મુજબ હોમગાર્ડ જવાનોની બદલી કરવામાં આવી છે. આ જવાન 2 વર્ષથી એક જ જગ્યાએ હતો અને તેને બીજા ડિવિઝનમાં બદલી કરતા તેણે આવા આક્ષેપ કર્યાં છે. જોકે કોરોનાના કપરાકાળમાં પોલીસની કામગીરી ખરેખર સરાહનિય હોવાની વચ્ચે હોમગાર્ડના વીડિયોને લઇ પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે.