વાયરલ@ડીસા: ભાજપના કાર્યકર સામે કોઈ બોલશે તો આંખ ચીરી નાખવામાં આવશે: ધારાસભ્ય

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ડીસાના ધારાસભ્યનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થઇ રહ્યો છે. જેમાં પાલિકાના વોર્ડ નંબર 3ની સભાના વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્ય વિવાદાસ્પદ નિવેદન કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, ભાજપના કાર્યકર સામે કોઈ બોલશે તો આંખ ચીરી નાખવામાં આવશે. તેમના આ
 
વાયરલ@ડીસા: ભાજપના કાર્યકર સામે કોઈ બોલશે તો આંખ ચીરી નાખવામાં આવશે: ધારાસભ્ય

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ડીસાના ધારાસભ્યનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થઇ રહ્યો છે. જેમાં પાલિકાના વોર્ડ નંબર 3ની સભાના વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્ય વિવાદાસ્પદ નિવેદન કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, ભાજપના કાર્યકર સામે કોઈ બોલશે તો આંખ ચીરી નાખવામાં આવશે. તેમના આ વાયરલ વીડિયોને લઇ હાલ રાજકારણ ગરમાયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતન અને નગરપાલિકાની ચૂંટણીને લઇ ભાજપ-કોંગ્રેસ અને આપ પાર્ટી દ્રારા પ્રચંડ પ્રચાર પણ ચાલી રહ્યો છે. આ દરમ્યાન ડીસામાં ભાજપના ધારાસભ્ય શશિકાન્ત પંડ્યાના વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો વાયરલ થયો છે. ડિસા પાલિકાના વોર્ડ નંબર 3ની સભાના વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્ય “ભાજપના કાર્યકર સામે કોઈ બોલશે તો આંખ ચીરી નાખવામાં આવશે” તેમ કહેતા જોવા મળી રહ્યા છે.

ડીસાના ધારાસભ્ય શશિકાન્ત પંડ્યાના વાયરલ વીડિયોને લઇ આપ પાર્ટીના ઉપાધ્યક્ષની પ્રતિક્રિયા પણ સામે આવી છે. જેમાં પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરીએ જણાવ્યું હતુ કે, આમ આદમી પાર્ટીએ શિક્ષીત ઉમેદવારોએ ચૂંટણીમાં ઉતાર્યા હોઇ ભાજપના ધારાસભ્ય બોખલાહટમાં આવી ગયા છે. ડીસામાં ભાજપ ભૂંડી રીતે હારી રહી છે જેથી આવા બેફામ નિવેદન કરે છે. એક ધારાસભ્યને ન શોભે તેવી ભાષાનો પ્રયોગ કર્યો હોઇ અમે પણ ક્રાંતિકારીઓ છીએ, અમે પણ આવા નિવેદનથી ડરીશું નહી.

વાયરલ@ડીસા: ભાજપના કાર્યકર સામે કોઈ બોલશે તો આંખ ચીરી નાખવામાં આવશે: ધારાસભ્ય
જાહેરાત