વાયરલ@ખેડા: કથિત શિક્ષકે યુવતિની છેડતી કરી બિભત્સ માંગ કરતાં લોકોએ ધોલાઇ કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કપડવંજ ખાતે એક કિશોરીની છેડતી થયાનો બનાવ બન્યો છે. જોકે, આ મામલે હજુ સુધી મળેલી માહિતી પ્રમાણે કોઈ ફરિયાદ નથી થઈ. હાલ આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પીડિત યુવતી સહિત અન્ય લોકો છેડતી કરનાર શખ્સની ધોલાઈ કરતા નજરે પડી રહ્યા છે. હાલ આ બનાવની શહેરમાં ખૂબ
 
વાયરલ@ખેડા: કથિત શિક્ષકે યુવતિની છેડતી કરી બિભત્સ માંગ કરતાં લોકોએ ધોલાઇ કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કપડવંજ ખાતે એક કિશોરીની છેડતી થયાનો બનાવ બન્યો છે. જોકે, આ મામલે હજુ સુધી મળેલી માહિતી પ્રમાણે કોઈ ફરિયાદ નથી થઈ. હાલ આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પીડિત યુવતી સહિત અન્ય લોકો છેડતી કરનાર શખ્સની ધોલાઈ કરતા નજરે પડી રહ્યા છે. હાલ આ બનાવની શહેરમાં ખૂબ ચર્ચા જાગી છે. સ્થાનિક ચર્ચાઓ મુજબ છેડતી કરનારો ઇસમ સ્થાનિક હાઇસ્કૂલમાં શિક્ષક હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. જોકે આ છેડતી કરનારો શખ્સ શિક્ષક છે કે નહીં તે મામલે હજી સુધી કોઇ નક્કર વિગતો સામે આવી નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખેડા જીલ્લાના કપડવંજમાં એક યુવતીની છેડતી કરીને એક શખ્સે તેની પાસે બીભત્સ માંગણી કરી હતી. જે બાદમાં લોકોએ પકડીને આ વ્યક્તિને મેથીપાક ચખાડ્યો હતો. એવી પણ માહિતી મળી છે કે, છેડતી કરનાર વ્યક્તિ કપડવંજની એક જાણીતી સ્કૂલનો શિક્ષક છે. જોકે, આ મામલે કોઈ પુષ્ટિ થઈ શકી નથી. જોકે બીજી તરફ કમનસીબે આ ઘટના અંગે કોઈ જ ફરિયાદ પણ કરવામાં આવી નથી. આ અંગે વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો ટોળે વળ્યાં છે, જ્યારે એક યુવતી આ શખ્સને ફટકારી રહી છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો