વાયરલ@મહેસાણા: હવે, DySp મંજીતાબેનનો ટી-શર્ટમાં વિડીયો, રોમાંચક મુવમેન્ટ

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા પોલીસ કોન્સ્ટેબલનો વિડીયો વાયરલ થયા બાદ તેમને સસ્પેન્ડ કરનાર મહિલા અધિકારીનો પણ વિડીયો આવ્યો છે. મહેસાણા DySp મંજીતા વણઝારાનો ટી-શર્ટમાં ટીકટોક વિડીયો સોશિયલ મિડીયામાં ધૂમ મચાવી રહ્યો છે. જોકે, ફરજ દરમ્યાન ન હોવાથી કાર્યવાહીનો કોઇ સવાલ નથી. DySp મંજીતાબેન સાથે અન્ય એક યુવતિ પણ સરખો જ ડાન્સ કરી રહી છે. ગુજરાત પોલીસ
 
વાયરલ@મહેસાણા: હવે, DySp મંજીતાબેનનો ટી-શર્ટમાં વિડીયો, રોમાંચક મુવમેન્ટ

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા પોલીસ કોન્સ્ટેબલનો વિડીયો વાયરલ થયા બાદ તેમને સસ્પેન્ડ કરનાર મહિલા અધિકારીનો પણ વિડીયો આવ્યો છે. મહેસાણા DySp મંજીતા વણઝારાનો ટી-શર્ટમાં ટીકટોક વિડીયો સોશિયલ મિડીયામાં ધૂમ મચાવી રહ્યો છે. જોકે, ફરજ દરમ્યાન ન હોવાથી કાર્યવાહીનો કોઇ સવાલ નથી. DySp મંજીતાબેન સાથે અન્ય એક યુવતિ પણ સરખો જ ડાન્સ કરી રહી છે.

ગુજરાત પોલીસ આલમમાં ટીકટોક વિડીયો બનાવવાનું જાણે વધી ગયાનું સામે આવ્યુ છે. મહેસાણા, અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના જીલ્લાઓમાં ફરજ બજાવતા અલગ-અલગ કેડરના પોલીસકર્મીઓ વિવિધ સ્ટાઇલમાં વિડીયો બનાવી પબ્લીસીટી મેળવી રહ્યા છે. જોકે, મહિલા DySpનો એકમાત્ર વિડીયો અત્યારે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યો છે.

મહેસાણા લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીનો પણ વિડીયો વાયરલ થયો હતો. 

મહેસાણા DySp મંજીતા વણઝારાનો રહેણાંકના સ્થળે ઉતારેલો વિડીયો સામે આવ્યો છે. કાળા ટી-શર્ટમાં મંજીતાબેન અને જોડે બેઠેલી યુવતિ એક સરખો ડાન્સ કરતા જોવા મળે છે. બેઠાબેઠા હીન્દી ગીત ઉપર ગણતરીની સેકંડ પુરતો વિડીયો બનાવ્યો હતો. જોકે, વિડીયો કયારે અને કયા સ્થળે બનાવ્યો તે અંગે માહિતી આવી નથી. સોશિયલ મિડીયા પર મંજીતાબેનનો વિડીયો વાયરલ કરી કોન્સ્ટેબલ અલ્પિતા વિશેના નિર્ણય સામે નારાજગી વ્યકત કરી રહ્યા છે.

વાયરલ વિડીયો વિશે જાણવા જેવી સૌથી મહત્વની વાત

કર્મચારીઓ અલગ-અલગ સ્થળોએ વિવિધ સ્ટાઇલમાં વિડીયો બનાવી મનોરંજન મેળવી રહ્યા છે. જેમાં અનેક કર્મચારીઓને વિડીયો બાદ કાર્યવાહી બાબતે મુંઝવણ હોઇ શકે છે. જેમાં જાણવા જેવી સૌથી મહત્વની વાત એ છે કે, ફરજ દરમ્યાન જો વિડીયો ઉતારી વાયરલ થાય તો કાર્યવાહીની લટકતી તલવાર છે. જોકે, કોઇપણ કર્મચારી ફરજ સિવાયના સ્થળે શોભનિય વિડીયો માત્ર મનોરંજનના ભાગરૂપે અને કોઇને પણ નુકશાનકારક ન હોય તેવા કાયદાની જોગવાઇ હેઠળના વિડીયો યોગ્ય બની શકે.