વાયરલ@સાબરકાંઠા: યુવતિને પ્રેમમાં ફસાવતા યુવકને સંડાસનું પાણી પિવડાવ્યું

અટલ સમાચાર, ડેસ્ક સાબરકાંઠા જીલ્લાના વડાલીમાં એક યુવકને ઝડપી લઇ અર્ધનગ્ન કરી દેવાયો હતો. યુવતિને પ્રેમમાં ફસાવી હોવાથી સમાજના યુવકોએ નારાજ બની માફી મંગાવી હતી. આ દરમ્યાન સંડાસના ડબલામાં ભરેલુ પાણી પિવડાવી દીધુ હતુ. આજ પછી કોઇ છોકરીને નહિ ફસાવુ તેવુ બોલાવતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. વિડીયોને પગલે સમર્થન અને
 
વાયરલ@સાબરકાંઠા: યુવતિને પ્રેમમાં ફસાવતા યુવકને સંડાસનું પાણી પિવડાવ્યું

અટલ સમાચાર, ડેસ્ક

સાબરકાંઠા જીલ્લાના વડાલીમાં એક યુવકને ઝડપી લઇ અર્ધનગ્ન કરી દેવાયો હતો. યુવતિને પ્રેમમાં ફસાવી હોવાથી સમાજના યુવકોએ નારાજ બની માફી મંગાવી હતી. આ દરમ્યાન સંડાસના ડબલામાં ભરેલુ પાણી પિવડાવી દીધુ હતુ. આજ પછી કોઇ છોકરીને નહિ ફસાવુ તેવુ બોલાવતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. વિડીયોને પગલે સમર્થન અને વિરોધમાં ધડાધડ મેસેજ છુટી રહ્યા છે.

ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર યુવાનોને ધ્યાન ખેંચતો વિડીયો વાયરલ થયો છે. સ્થાનિક યુવકે અન્ય સમાજની યુવતિને પ્રેમજાળમાં ફસાવતા યુવકની ઝડપી લીધો હતો. યુવતિના સમાજવાળા કેટલાક યુવકોએ લાલઘૂમ બની સ્થાનિક યુવકને ઝડપી અર્ધનગ્ન કર્યો હતો. નારાજ બની યુવકને માર માર્યા બાદ યુવતિને પ્રેમમાં કેવી રીતે અને કેમ ફસાવી તેનું વર્ણન કરાવ્યુ હતુ. આ પછી માફી મંગાવી કેટલીક ગાળાગાળી પણ કરવામાં આવી હોવાનું વિડીયોમાં છે.

વાયરલ@સાબરકાંઠા: યુવતિને પ્રેમમાં ફસાવતા યુવકને સંડાસનું પાણી પિવડાવ્યું

યુવતિના સમાજવાળા યુવકોએ મોડી સાંજે યુવકને અર્ધનગ્ન કરી આક્રોશ વ્યકત કર્યો હતો. આ દરમ્યાન સંડાસના ડબલામાં ભરેલું પાણી યુવકને જબરજસ્તી પિવડાવી કોઇપણ છોકરી સાથે આવી હરકત નહિ કરે તેના સોગંદ આપી માફી પણ મંગાવડાવી હતી. વિડીયો તૈયાર કર્યા બાદ અચાનક સોશિયલ મિડીયામાં શેર થતા ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.