વાયરલ@સુરત: ટ્રાફિકનો દંડ ન ભરવા યુવકે આર્થિક મંદીનું કારણ આપ્યું

અટલ સમાચાર, સુરત સુરતના એક યુવકે દંડ નહી ભરવાનું કારણ મંદીને આપ્યું છે. મંદીના માહોલમાં લોકો આ નવા એક્ટનો વિરોધ કરી રહ્યા છે. એવામાં સુરતના સરથાણામાં રહેતા એક યુવકનો મામલો સામે આવ્યો છે. અલ્પેશ નામનો યુવક ઈલેક્ટ્રીક દુકાન ચલાવે છે. તેણે પોતાની બાઈકની હેડલાઈટ પર એક કાગળ ચોંટાડી દીધું છે. જેના પર લખવામાં આવ્યું છે
 
વાયરલ@સુરત: ટ્રાફિકનો દંડ ન ભરવા યુવકે આર્થિક મંદીનું કારણ આપ્યું

અટલ સમાચાર, સુરત

સુરતના એક યુવકે દંડ નહી ભરવાનું કારણ મંદીને આપ્યું છે. મંદીના માહોલમાં લોકો આ નવા એક્ટનો વિરોધ કરી રહ્યા છે. એવામાં સુરતના સરથાણામાં રહેતા એક યુવકનો મામલો સામે આવ્યો છે. અલ્પેશ નામનો યુવક ઈલેક્ટ્રીક દુકાન ચલાવે છે. તેણે પોતાની બાઈકની હેડલાઈટ પર એક કાગળ ચોંટાડી દીધું છે. જેના પર લખવામાં આવ્યું છે કે, આર્થિક મંદીના કારણે ટ્રાફીકનો દંડ ભરી શકું એમ નથી. તેનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વાયરલ@સુરત: ટ્રાફિકનો દંડ ન ભરવા યુવકે આર્થિક મંદીનું કારણ આપ્યું

મહત્વનું છે કે, ગુજરાતમાં નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ હવે 16 ઓક્ટોબરથી થવાનો છે. વાહન ચાલકોને ડર સતાવી રહ્યો છે કે, ટ્રાફિક પોલીસ તેમને પકડશે અને તેમની પાસે કોઈ એક ડોક્યુમેન્ટ નહીં હોય તો પણ વધારે દંડ ભરવો પડશે. પહેલા જે 100 રૂપિયાનો દંડ ભરીને વાહન ચાલકો મુક્ત થઇ જતા તે હવે 100 રૂપિયાથી સીધા 1000 રૂપિયા થઈ ગયા છે. આ દંડની ભરપાઈ ન કરવી પડે તે માટે હેલમેટની દુકાનની બહાર, RTOની બહાર અને PUC સેન્ટરોની બહાર વાહન ચાલકો તેમની પાસે ખૂટતા દસ્તાવેજો મેળવવા માટે લાંબી લાઈન લગાવીને ઉભા છે.