વાયરલ@સુરેન્દ્રનગર: સ્મશાનમાં કોરોનાગ્રસ્તોના અસ્થિ અપાતાં ન હોવાથી જથ્થો એકત્ર

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે સુરેન્દ્રનગરના સ્મશાનમાં કોરોનાગ્રસ્ત વ્યકિતના અગ્નિ સંસ્કાર બાદ પરિવારજનોને અસ્થિ આપવામાં ન આવતા તેમજ અન્ય વ્યકિતના અસ્થિદાહ બાદ અસ્થિનો ઢગલો દર્શાવતો ફોટો હાલમાં વાયરલ થયો હતો. જે બાદમાં તપાસ કરતાં મુખ્ય સ્મશાનમાં આવેલી ઈલેક્ટ્રીક ભઠ્ઠી રૂમમાં અગ્નિસંસ્કાર કરેલા મૈયતના હાડકા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. જેને લઇ સ્મશાનના સુમીતભાઇએ જણાવ્યુ
 
વાયરલ@સુરેન્દ્રનગર: સ્મશાનમાં કોરોનાગ્રસ્તોના અસ્થિ અપાતાં ન હોવાથી જથ્થો એકત્ર

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે સુરેન્દ્રનગરના સ્મશાનમાં કોરોનાગ્રસ્ત વ્યકિતના અગ્નિ સંસ્કાર બાદ પરિવારજનોને અસ્થિ આપવામાં ન આવતા તેમજ અન્ય વ્યકિતના અસ્થિદાહ બાદ અસ્થિનો ઢગલો દર્શાવતો ફોટો હાલમાં વાયરલ થયો હતો. જે બાદમાં તપાસ કરતાં મુખ્ય સ્મશાનમાં આવેલી ઈલેક્ટ્રીક ભઠ્ઠી રૂમમાં અગ્નિસંસ્કાર કરેલા મૈયતના હાડકા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. જેને લઇ સ્મશાનના સુમીતભાઇએ જણાવ્યુ હતુ કે, આ ફોટો વાયરલ થયો છે જે ફક્ત કોરોનાગ્રસ્ત દર્દીઓના અગ્નિસંસ્કાર કર્યા બાદ ના અસ્તીઓ નો નથી અને સવારથી સાંજ સુધી મૃતકના જે અગ્નિસંસ્કાર કરવામાં આવે છે તેનો આ ફોટો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય સ્મશાનનો મૃતકોના અને કોરોનાના દર્દીઓના મૃત્યુ બાદ અગ્નિ સંસ્કાર બાદ હાડકાનો ઢગલો દર્શાવતો ફોટો હાલમાં વાયરલ થયો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના જે મુખ્ય સ્મશાનમાં આવેલી ઈલેક્ટ્રીક ભઠ્ઠી રૂમમાં અગ્નિસંસ્કાર કરેલા મૈયતના હાડકા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. સ્મશાનમાં આવેલી ઈલેક્ટ્રીક ભઠ્ઠીમાં જિલ્લામાં શહેરી વિસ્તારોમાં જો કોઈનું મોત નિપજે તેના અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનું મોત નિપજે તો પણ સુરેન્દ્રનગર જિલ્લાના સ્મશાનમાં આવેલી ઈલેક્ટ્રીક ભઠ્ઠીમાં આ કોરોનાગ્રસ્ત મૃતકના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.

સમગ્ર મામલે સ્મશાનના સુમિતભાઈ ઉમરાણીયાએ જણાવ્યુ હતુ કે, આ ફોટો વાયરલ થયો છે જે ફક્ત કોરોનાગ્રસ્ત દર્દીઓના અગ્નિસંસ્કાર કર્યા બાદ ના અસ્તીઓનો નથી અને સવારથી સાંજ સુધી મૃતકના જે અગ્નિસંસ્કાર કરવામાં આવે છે તેનો આ ફોટો છે. કોરોનાગ્રસ્ત દર્દીઓના અગ્નિસંસ્કાર કરવામાં આવે ત્યારે જિલ્લા સ્મશાનમાંથી અગ્નિ સંસ્કાર બાદ પરિવારજનોને અસ્થિઓ આપવામાં આવતા નથી અને તેનો નાશ કરવામાં આવે છે.