હડકંપ@વિરમગામ: કન્ટેનરમાં ચોખાની આડમાં લઈ જવાતો 54.60 લાખનો દારૂ ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અમદાવાદથી કચ્છ તરફ ચોખાની આડમાં જતુ વિદેશી દારૂ ભરેલુ કન્ટેનર ઝડપાયુ છે. જેને અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે ચોક્કસ બાતમી આધારે ઝડપી પાડી હતી. બે આરોપી ચોખાના કટ્ટાની આડમાં ગેરકાયદેસર દારૂની હેરફેર કરવા જઈ રહ્યા હતા. પોલીસે વિદેશી દારૂ સહિત 69.66 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી 2 આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ
 
હડકંપ@વિરમગામ: કન્ટેનરમાં ચોખાની આડમાં લઈ જવાતો 54.60 લાખનો દારૂ ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદથી કચ્છ તરફ ચોખાની આડમાં જતુ વિદેશી દારૂ ભરેલુ કન્ટેનર ઝડપાયુ છે. જેને અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે ચોક્કસ બાતમી આધારે ઝડપી પાડી હતી. બે આરોપી ચોખાના કટ્ટાની આડમાં ગેરકાયદેસર દારૂની હેરફેર કરવા જઈ રહ્યા હતા. પોલીસે વિદેશી દારૂ સહિત 69.66 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી 2 આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, સાણંદ થી ગાંધીધામ તરફ દારૂનુ એક કન્ટેઈનર પસાર થવાનુ છે. જેથી પોલીસે વિરમગામ અમદાવાદ હાઈવે પર જખવાડા ગામના એસ્સાર પેટ્રોલ પંપ નજીક ઢાબાની સામે વોચ ગોઠવી હતી. બાતમી આધારે કન્ટેનર પસાર થતા તેને રોકી તપાસ કરવામાં આવી તો એલસીબીની ટીમ ચોંકી ઉઠી હતી. આ કન્ટેનરમાં ચોખાની આડમાં લાખોના દારૂની હેરફેર થઈ રહી હતી. જેમાં વિદેશી દારૂની બોટલ નંગ-13,800 કિંમત રૂ. 54,60,000 મળી આવી હતી. પોલીસના દરોડામાં રોકડ રકમ 630, મોબાઈલ ફોન-3 કિં.રૂ.6 હજાર અને કેન્ટેનર કિંમત રૂ.15 લાખ મળીને કુલ રૂપીયા 69,66,630/-ના મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કન્ટેઈનરમાં ચોખાની આડમાં દારૂની હેરફેર કરતા બે આરોપીનુ નામ સાજીદ અલી અલીહસન સૈફી તથા મહંમદરાજીદ અલીહસન સૈફી (રહે.અમ્હેડા પોસ્ટ. ચોદરપુર અમઢા પકબરાજી અમરોહા (ઉત્તરપ્રદેશ) સામે આવ્યુ છે. જેથી પોલીસે બન્ને આરોપીને 69.66 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.