સપાટો@વિસનગર: LCBએ એકસાથે 7 જુગારીઓને પકડ્યાં, 1.65 લાખનો મુદ્દામાલ ઝડપાયો

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોના મહામારી વચ્ચે મહેસાણા LCBએ વિસનગરની સીમમાં રેઇડ કરી 7 જુગારીઓને ઝડપી પાડ્યા છે. મહેસાણા LCBને ચોક્કસ બાતમી મળી હતી કે, 2 ઇસમો વિસનગરની સીમમાં સધીમાતાના નેળીયામાં લીમાડાના ઝાડ નીચે જુગાર રમે છે. આ તરફ LCBએ ઘટનાસ્થળે રેઇડ કરતાં 7 લોકો સાથે રોકડ રકમ સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ 1.65
 
સપાટો@વિસનગર: LCBએ એકસાથે 7 જુગારીઓને પકડ્યાં, 1.65 લાખનો મુદ્દામાલ ઝડપાયો

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોના મહામારી વચ્ચે મહેસાણા LCBએ વિસનગરની સીમમાં રેઇડ કરી 7 જુગારીઓને ઝડપી પાડ્યા છે. મહેસાણા LCBને ચોક્કસ બાતમી મળી હતી કે, 2 ઇસમો વિસનગરની સીમમાં સધીમાતાના નેળીયામાં લીમાડાના ઝાડ નીચે જુગાર રમે છે. આ તરફ LCBએ ઘટનાસ્થળે રેઇડ કરતાં 7 લોકો સાથે રોકડ રકમ સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ 1.65 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે અન્ય 2 આરોપીઓ ફરાર હોઇ તેમની પણ શોધખોળ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહે પ્રોહિબિશન તથા જુગારની અસામાજીક પ્રવૃત્તિ આચરતાં ઇસમો ઉપર રેઇડો કરી અસરકારક કામગીરી કરવા સુચના LCBના PI બી.એચ.રાઠોડને આપેલ છે. જે અનુસંધાને LCB PSI એ.કે.વાઘેલા, ASI હીરાજી, જયવીરસિંહ, ગુલાબસિંહ, નરેન્દ્રસિંહ, HC તેજાભાઇ, હર્ષદસિંહ, હેમેન્દ્રસિંહ, રશ્મેન્દ્રસિંહ અને પિયુષકુમાર સહિતનો સ્ટાફ ઓફીસે હાજર હતો. આ દરમ્યાન ASI હીરાજી અને નરેન્દ્રસિંહને સંયુક્તરાહે વિસનગરની સીમમાં ઠાકોર રત્નાજી જવાનજી અને ઠાકોર ગોવિંદજી રણછોડજી જુગાર રમાડતાં હોવાની બાતમી મળી છે.

સપાટો@વિસનગર: LCBએ એકસાથે 7 જુગારીઓને પકડ્યાં, 1.65 લાખનો મુદ્દામાલ ઝડપાયો

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ચોક્કસ બાતમી આધારે LCBએ સ્થળ પર રેઇડ કરતાં જુગારીઓમાં દોડધામની સ્થિતિ સર્જાઇ હતી. જોકે ટીમે કોર્ડન કરી તમામ 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. કાર્યવાહી દરમ્યાન રોકડ રકમ રૂ.60,300, મોબાઇલ નંગ-9 કિ.રૂ.65,500, 2 ટુ વ્હીલર કિ.રૂ.40,000 મળી કુલ કિ.રૂ.1,65,800નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. LCBએ તમામ આરોપીઓ સામે વિસનગર પોલીસ મથકે જુગારધારા મુજબનો ગુનો દાખલ કરાવી તપાસ હાથ ધરી છે.

આરોપીઓના નામ

  1. પટેલ ચિરાગકુમાર મહેન્દ્રભાઇ, રહે. વિસનગર, દિપડા દરવાજા
  2. પટેલ ધવલકુમાર ચંદુલાલ, રહે. વિસનગર, દિપડા દરવાજા
  3. ઠાકોર નીતીનજી રમેશજી, રહે. મહેસાણા, મગપુરા, ઠાકોરવાસ
  4. ઠાકોર અનિલજી રાજુજી, રહે.મહેસાણા, મગપુરા, ઠાકોરવાસ
  5. પરમાર મનહરભાઇ રામજીભાઇ, રહે.કાંસા, વણકરવાસ, તા.વિસનગર
  6. પટેલ મોન્ટુ શિવાભાઇ નાનાલાલા, રહે.વિસનગર,પરીમલ સોસાયટી, મહેસાણા ચોકડી
  7. ઠાકોર વિક્રમ અમરજી, રહે.વિસનગર, કડા દરવાજા, કાનકુવાનો વાસ

વોન્ટેડ આરોપીઓ

  1. ઠાકોર રત્નાજી જવાનજી
  2. ઠાકોર ગોવિંદજી રણછોડજી, બંને રહે.વિસનગર, બહુચરપુરા