મુલાકાત@દેશ: બોર્ડર પર તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહ પહોંચ્યા

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહ પહોંચ્યા હતા. ચીન સાથે સરહદ ઘર્ષણ અને ચીની સેનાની સાથે મંત્રણાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે લેહ લદાખ પહોંચ્યા હતા. વડાપ્રધાને અહીં વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને નીમૂ પોસ્ટ વિશે પણ જાણકારી મેળવી હતી. પીએમ મોદીએ આ યાત્રા દરમિયાન સૈનિકો સાથે વાતચીત પણ
 
મુલાકાત@દેશ: બોર્ડર પર તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહ પહોંચ્યા

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહ પહોંચ્યા હતા. ચીન સાથે સરહદ ઘર્ષણ અને ચીની સેનાની સાથે મંત્રણાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે લેહ લદાખ પહોંચ્યા હતા. વડાપ્રધાને અહીં વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને નીમૂ પોસ્ટ વિશે પણ જાણકારી મેળવી હતી. પીએમ મોદીએ આ યાત્રા દરમિયાન સૈનિકો સાથે વાતચીત પણ કરી હતી.

વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, હાલ પીએમ મોદી નીમૂના એક ફોરવર્ડ લોકેશન પર છે. અહીં તેઓ વહેલી સવારે જ પહોંચી ગયા હતા. આ સ્થળ 11,000 ફુટની ઊંચાઈ પર સ્થિત છે. આ વિસ્તાર સિંધ નદીના કિનારે અને જાંસ્કર રેન્જથી ઘેરાયેલું ખૂબ જ દુર્ગમ સ્થળ છે.

પીએમ મોદી સવારે લદાખ પહોંચ્યા બાદ તેઓને આર્મી, એરફોર્સ અને આઈટીબીપી દ્વારા નીમૂની એક ફોરવર્ડ પોસ્ટ પર બ્રીફિંગ આપવામાં આવ્યું હતુ. સમુદ્રતટથી 11,000 ફુટની ઊંચાઈ પર સ્થિત નીમૂ જાંસ્કર રેન્જથી ઘેરાયેલું છે અને સિંધુના તટ પર છે. પૂર્વ લદાખમાં ચીન સાથે ચાલી રહેણા તણાવની વચ્ચે વડાપ્રધાનનો આ પ્રવાસ અનેક રીતે મહત્વપૂર્ણ છે. તેઓએ જૂન મહિનાના અંતિમ રવિવારે જ પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત માં કહ્યું હતું કે, લદાખમાં થયેલા ઘર્ષણનો ચીનને યોગ્ય જવાબ આપવામાં આવશે.