મુલાકાત@મહેસાણાઃ કોવિડ કેર સેન્ટરમાં રમત ગમત સાધનો, મનોરંજનની સુવિધા ઉભી કરાશે

અટલ સમાચાર.મહેસાણા મહેસાણા જિલ્લા પ્રભારી સચિવ ધનંજ્ય દ્રિવેદીએ મહેસાણા જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિની છેલ્લા પાંચ દિવસની સમીક્ષા કરી જરૂરી સુચનો કર્યા હતા. જિલ્લા કલેકટર દ્વારા કડી,વિસનગર મહેસાણા સહિત વિવિધ તાલુકાઓની મુલાકાત કરી જરૂરી સુચનો અને સમીક્ષા કરી હતી. ધનંજ્ય દ્વિવેદીએ જિલ્લાના કોવિડ કેર સેન્ટરમાં રમત ગમતમા સાધનો સહિતની મનોરંજન અને રમત ગમતની સુવિધા ઉભી કરવા સુચન
 
મુલાકાત@મહેસાણાઃ કોવિડ કેર સેન્ટરમાં રમત ગમત સાધનો, મનોરંજનની સુવિધા ઉભી કરાશે

અટલ સમાચાર.મહેસાણા
મહેસાણા જિલ્લા પ્રભારી સચિવ ધનંજ્ય દ્રિવેદીએ મહેસાણા જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિની છેલ્લા પાંચ દિવસની સમીક્ષા કરી જરૂરી સુચનો કર્યા હતા. જિલ્લા કલેકટર દ્વારા કડી,વિસનગર મહેસાણા સહિત વિવિધ તાલુકાઓની મુલાકાત કરી જરૂરી સુચનો અને સમીક્ષા કરી હતી. ધનંજ્ય દ્વિવેદીએ જિલ્લાના કોવિડ કેર સેન્ટરમાં રમત ગમતમા સાધનો સહિતની મનોરંજન અને રમત ગમતની સુવિધા ઉભી કરવા સુચન કર્યું હતું. કોવિડ કેર સેન્ટરોમાં સેમ્પલીંગ લેવા સહિત આઇસલોશન કરવા બબાતે પણ સુચન કરાયું હતું. પ્રભારી સચિવ દ્વારા જિલ્લામાં આવેલ માઇક્રોકન્ટેઇનમેન્ટ ઝોનની મુલાકાત કરી તેનો ચુસ્તતાપુર્વક અમલ થાય તે માટે જરૂરી સુચનો કરાયા હતા.

મુલાકાત@મહેસાણાઃ કોવિડ કેર સેન્ટરમાં રમત ગમત સાધનો, મનોરંજનની સુવિધા ઉભી કરાશે
મહેસાણા સરકીટ હાઉસ ખાતે જિલ્લા પ્રભારી સચિવ ધનંજ્ય દ્વિવેદીના અધ્યક્ષ સ્થાને કોરોના નિયંત્રણ અને અટકાયતી પગલાં બાબતે સમીક્ષા બેઠકનું આયોજન પણ કરાયું હતું. જેમાં કોન્ટેક્ટ સર્વેલન્સ,માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન,સર્વેલન્સ,જિલ્લામાં વિવિધ સ્થળોએ કોવિડ કેર સેન્ટરો શરૂ કરવા ,આઇસોલેશન સુવિધા શરૂ કરવા બાબતે જરૂરૂ સુચનો અને સમીક્ષા કરાઇ હતી.
મહેસાણા જિલ્લામાં કોવિડ કેર સેન્ટરોમાં સેમ્પલીંગ લેવા સહિત જિલ્લાના તાલુકા સ્થળોએ પણ સેમ્પલીંગ લેવાય છે તે તમામ બાબતોની સમીક્ષા કરાઇ હતી.આ ઉપરાંત આગામી સમયમાં આઇસોલેશન વ્યવસ્થા સહિત વિવિધ વ્યવસ્થાને સઘન બનાવવા પણ ચર્ચા કરાઇ હતી
જિલ્લા પ્રભારી સચિવ ધનંજ્ય દ્વિવેદીએ જણાવ્યું હતું કે કોવિડ અંગે લોક જાગૃતિ જરૂરી છે. કોવિડથી લોકોને ડરવાની જરૂર નથી પરંતુ તેને સહેલાઇથી ન લેતાં નાગરિકોને સાવચેતી અને સાવધાની રાખવા પણ અપીલ કરાઇ હતી.તેમણે ઉમેર્યું હતું કે પોઝીટીવ દર્દીઓને સંપર્કમાં આવેલા હાઇરીસ્ક કોન્ટેક્ટ વાળા વ્યક્તિઓને ક્વોરન્ટાઇન અને કન્ટેઇમેન્ટ કરવા ખાસ ભાર મુક્યો હતા. આ ઉપરાંત દર્દીના કામના સ્થળો સહિત જે જગ્યાએ વધુ જવાનું થાય તેવા સ્થળોએ એના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને ક્વારન્ટાઇન કરવા માટે પણ જણાવ્યું હતું. જિલ્લા પ્રભારી સચિવ ધનંજ્ય દ્રિવેદીએ જણાવ્યું હતું કે ઔધોગિક સ્થળોએ છેલ્લા ૧૦ દિવસમાં ત્રણથી વધુ કેસ આવે તો તે માત્ર યુનિટ પુરતું કન્ટેઇમેન્ટ કરવા પણ સુચન કરાયું હતું.
જિલ્લા પ્રભારી સચિવ ધનંજ્ય દ્વિવેદી દ્વારા મહેસાણા જિલ્લામાં સેમ્પલીંગ લેવા સહિત કન્ટેઇમેન્ટ ઝોન અને જિલ્લામાં હોસ્પિટલ,બેડ અને સ્ટોકની વ્યવસ્થા સહિત તમામ બાબતોની સમીક્ષા કરી તેનું રીપોર્ટીંગ કરવા પણ સુચન કરાયું હતું. મહેસાણા જિલ્લામાં ૧૦૦ થી વધુ સંકલનના અધિકારીઓ દ્વારા જિલ્લામાં કોવિડ અંગે લોકજાગૃતિ માટે આઇ.ઇ.સી પ્રવૃતિ થઇ રહી છે જે બાબતે અધિકારીઓની કામગીરીથી વાકેફ થયા હતા. આ ઉપરાંત જિલ્લાના તમામ તાલુકાના શિક્ષકો દ્વારા પણ આઇ.ઇ..સીની સઘન પ્રવૃતિ કરાઇ રહી છે. જેમાં આજે મંગળવારના દિવસે ૪૬,૧૭૧ કુટુંબોને સર્વે કરી ૧,૮૦,૦૩૩ જેટલા નાગિરોકેને કોરોના જાગૃતિ પેમ્ફલેટનું વિતરણ કરેલ છે જે બાબતે પણ સુચનો અને સમીક્ષા કરાઇ હતી
બેઠકમાં જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ,જિલ્લા આરોગ્ય અધિકારી ટી.કે..સોની,સિવિલ સર્જન એચ.એન.પરમાર,અધિક આરોગ્ય અધિકારી ડો.વિષ્ણું પટેલ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા