વિસનગરઃ 150 ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે CAA સમર્થન રેલી યોજાઇ

અટલ સમાચાર, ડેસ્ક વિસનગરમાં ભાજપમાં ચાલી રહેલો જૂથવાદ મંગળવારે નાગરિક સમિતિ દ્વારા સીએએના સમર્થનમાં યોજાયેલી રેલીમાં પણ ડોકાયો હતો. સાંકળચંદ યુનિવર્સિટીના ગેટ આગળ પ્રસ્થાન સમયે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ અને ધારાસભ્ય ઋષિકેશ પટેલ વચ્ચે ઘર્ષણ થતાં તેમના સમર્થકો સામસામે બોલાચાલી પર ઉતરી આવતાં ઘડભર માટે હોહા મચી ગઇ હતી. આ સમયે હાજર સામાજિક
 
વિસનગરઃ 150 ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે CAA સમર્થન રેલી યોજાઇ

અટલ સમાચાર, ડેસ્ક

વિસનગરમાં ભાજપમાં ચાલી રહેલો જૂથવાદ મંગળવારે નાગરિક સમિતિ દ્વારા સીએએના સમર્થનમાં યોજાયેલી રેલીમાં પણ ડોકાયો હતો. સાંકળચંદ યુનિવર્સિટીના ગેટ આગળ પ્રસ્થાન સમયે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ અને ધારાસભ્ય ઋષિકેશ પટેલ વચ્ચે ઘર્ષણ થતાં તેમના સમર્થકો સામસામે બોલાચાલી પર ઉતરી આવતાં ઘડભર માટે હોહા મચી ગઇ હતી. આ સમયે હાજર સામાજિક કાર્યકર સોમાભાઇ મોદી સહિતે બંને પક્ષે સમજાવટ કરતાં મામલો થાળે પડ્યો હતો. ધારાસભ્ય સહિત તેમના સમર્થકો કમાણા ચોકડીથી રેલીમાંથી નીકળી ગયા હતા. બીજી તરફ આ ઘટનાને પગલે બંને પક્ષના સમર્થકો મોવડી મંડળ સમક્ષ પોતપોતાની વાત રજૂ કરી હતી.

રેલીનું પ્રસ્થાન થયું તે સમયે ધારાસભ્યના સમર્થકોએ ઋષિકેશભાઇ પટેલ તુમ આગે બઢોના નારા લગાવતાં મેં આ રેલી રાષ્ટ્રહિત માટે છે અને ધારાસભ્યના સમર્થનની નથી તેમ કહી સૂત્રોચ્ચાર કરવાની ના પાડતાં સમર્થકો ઉશ્કેરાઇ ગયા હતા. – જશુભાઇ પટેલ, પૂર્વ પ્રમુખ જિલ્લા ભાજપજશુભાઇ અપશબ્દો બોલતાં કાર્યકરોએ બોલાચાલી કરી રેલીના પ્રસ્થાન સમયે જશુભાઇ પટેલે કોઇપણ કારણ વગર અપશબ્દો બોલતાં અમારી સાથેના કાર્યકરો સાંભળી જતાં ઠપકો આપ્યો હતો. અને ઘટનાને ખોટું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરાયો હતો, જેથી વધુ

નાગરિક સંશોધન કાયદાના સમર્થનમાં વિસનગર શહેરની નાગરિક મંડળ સમિતિ દ્વારા મંગળવારે આયોજિત રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઇ કાયદાને સમર્થન કર્યું હતું. 150 ફૂટના રાષ્ટ્રધ્વજ, વિવિધ પ્લેકાર્ડ સહિત બેનરો સાથે બે કિમી લાંબી રેલી સાંકળચંદ યુનિવર્સિટીથી પ્રસ્થાન કરી કમાણા ચાર રસ્તા, સવાલા દરવાજા, ત્રણ ટાવર, રેલ્વે સર્કલ, નૂતન સ્કૂલ, ગંજ બજાર થઇ પ્રાંત કચેરીએ પહોંચી હતી. અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી સરકારના નિર્ણયને સમર્થન જાહેર કર્યું હતું. આ પહેલાં સાંકળચંદ યુનિ.માં યોજાયેલી સભામાં હાઇકોર્ટના નિવૃત્ત જજ સુરેશભાઇ સોનીએ સીએએ વિશે માહિતી આપી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રેલીમાં સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી, જિલ્લા ભાજપ મહામંત્રી જશુભાઈ પટેલ, સાંકળચંદ યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ પ્રકાશભાઇ પટેલ, જશુભાઇ પટેલ કાંસા, રાજુભાઇ પટેલ આર.કે., રાજુભાઇ ચૌધરી, ઇશ્વરભાઇ પટેલ રંગપુર, કે.કે.ચૌધરી, પી.સી.પટેલ મંજૂર મંડળી તેમજ 31 સહયોગી સંસ્થાઓ, મુસ્લિમ ભાઇઓ સહિત નાગરિકો સ્વયંભૂ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, સીએએને સમર્થન આપવા શહેરમાંથી વડાપ્રધાનને 10 હજાર પોસ્ટકાર્ડ લખવામાં આવનાર છે.