ચોંક્યાં@વિસનગર: પ્રેમલગ્ન બાદ યુવતિને પિયર તરફથી ધમકી મળતાં 7 મહિલા સહિત 13 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર વિસનગર તાલુકાના ગામે પારીવારિક સંબંધોને લઇ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાલુકાના એક ગામની યુવતિએ અગાઉ યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે બાદમાં યુવતિ કોલેજનો અભ્યાસ કરતી હોઇ પરીક્ષા બાબતે પુછવા કોલેજ આવી હતી. જે બાદમાં યુવતિના પરિવારજનોએ યુવતિની સાસરીમાં પહોંચી ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
 
ચોંક્યાં@વિસનગર: પ્રેમલગ્ન બાદ યુવતિને પિયર તરફથી ધમકી મળતાં 7 મહિલા સહિત 13 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર

વિસનગર તાલુકાના ગામે પારીવારિક સંબંધોને લઇ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાલુકાના એક ગામની યુવતિએ અગાઉ યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે બાદમાં યુવતિ કોલેજનો અભ્યાસ કરતી હોઇ પરીક્ષા બાબતે પુછવા કોલેજ આવી હતી. જે બાદમાં યુવતિના પરિવારજનોએ યુવતિની સાસરીમાં પહોંચી ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે યુવતિએ પોતાના પિયર પક્ષના 13 પરિવારજનો સામે પોલીસ ફરીયાદ નોંધાવતાં હડકંપ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના એક ગામે પ્રેમલગ્ન બાદ માથાકૂટને અંતે યુવતિએ પોતાના પરીજનો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. વિગતો મુજબ સ્થાનિક યુવતિએ અગાઉ એક યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હોઇ બંને નાસતાં ફરતાં હતા. આ દરમ્યાન ગઇકાલે યુવતિ વિસનગર કોલેજ ખાતે પરીક્ષા બાબતે પુછપરછ કરવા પોતાના પતિ સાથે આવી હતી. જ્યાં ગામના વ્યક્તિ તેમને જોઇ જતાં યુવતિના પરિવારને જાણ કરાઇ હતી. આ તરફ યુવતિ પતિ સાથે સાસરીમાં પહોંચતાં થોડીક જ વારમાં તેના પિયર પક્ષના લોકો ત્યાં આવી ચડ્યા હતા. જ્યાં યુવતિ, તેના પતિ અને સાસુ સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. આ સાથે જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

ચોંક્યાં@વિસનગર: પ્રેમલગ્ન બાદ યુવતિને પિયર તરફથી ધમકી મળતાં 7 મહિલા સહિત 13 વિરૂધ્ધ FIR

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગામની યુવતિએ અગાઉ પરિવારની મરજી વિરૂધ્ધ પ્રેમલગ્ન કર્યા હોઇ અને ઘરેથી ભાગી ગઇ હતી. જે બાદમાં અચાનક યુવતિની ભાળ મળતાં પરિજનોએ ત્યાં જઇ ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ તરફ યુવતિએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ આવી જતાં ઇસમો નાસી છુટ્યા હતા. સમગ્ર મામલે યુવતિએ પોતાના પિયરપક્ષના 13 પરિવારજનો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. વિસનગર તાલુકા પોલીસે 7 મહિલા 6 પુરૂષ સામે આઇપીસી 143, 147, 149, 323, 504, 506(2), 188, 269 અને મહામારી અધિનિયમની કલમ 3 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો