વિસનગરઃ કન્ટેઇનમેન્ટ ઝોનમાં તંત્ર દ્રારા સઘન કામગીરી કરાઇ

અટલ સમાચાર, મહેસાણા સમગ્ર વિશ્વ જ્યારે કોરોના વાયરસના ભરડામાં આવી ગયું છે ત્યાં ભારત સરકાર દ્વારા કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા માટે લોકડાઉન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિસ્થિતિ સામાન્ય થતા લોકડાઉનને હળવું બનાવવામાં આવ્યું છે. તેમ છતાં જે વિસ્તારમાં કોવિડના કેસ મળી આવેલ છે તેવા અમુક વિસ્તારને નક્કી કરેલ સમય સુધી કન્ટેઇનમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે.
 
વિસનગરઃ કન્ટેઇનમેન્ટ ઝોનમાં તંત્ર દ્રારા સઘન કામગીરી કરાઇ

અટલ સમાચાર, મહેસાણા

સમગ્ર વિશ્વ જ્યારે કોરોના વાયરસના ભરડામાં આવી ગયું છે ત્યાં ભારત સરકાર દ્વારા કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા માટે લોકડાઉન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિસ્થિતિ સામાન્ય થતા લોકડાઉનને હળવું બનાવવામાં આવ્યું છે. તેમ છતાં જે વિસ્તારમાં કોવિડના કેસ મળી આવેલ છે તેવા અમુક વિસ્તારને નક્કી કરેલ સમય સુધી કન્ટેઇનમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. કોરોના મહામારીને લઈને મહેસાણા સરકાર દ્વારા ખુબ જ પ્રશંશનીય કામગીરી કરવામાં આવી રહી છે. ત્યાં વિસનગરની વૃંદાવન સોસાયટીને કન્ટેઇનમેન્ટ ઝોનમાં સામેલ કરવામાં આવી છે. અત્રે સોસાયટીના પ્રમુખ જીતુભાઈ મહેતા જણાવે છે કે પોતાની સોસાયટી કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવતી હોવા છતાં સોસાયટીમાં રહીશોને કોઈ પણ પ્રકારની અગવડતાનો સામનો ન કરવો પડેલ નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સમગ્ર સોસાયટીને જય મહેતા દ્વારા “હું પણ કોરોના વારીયર” અભિયાન અંતર્ગત સોસાયટીને ત્રણ વાર સેનેટાઈઝ કરવામાં આવે છે. અને સોસાયટીમાં અન્ય કોઈ પણ જાતની તકલીફ ન પડે એ મુજબની સગવડતા કરવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ સોસાયટીના રહીશો, સોસાયટીના પ્રમુખ અને સંચાલક સમિતિની સૂચનાઓનું ધ્યાનપૂર્વક અનુસરણ કરી રહ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સોસાયટી ને કન્ટેઇમેન્ટ ઝોન જાહેરકરવા થી ચિંતામાં આવી ગયા હતા પરંતુ તંત્ર ધ્વારા અમને સતત માર્ગદર્શન અને મદદ મળવાથી અમારી તમામ મુશ્કેલી અને ચિંતા મુક્ત બન્યા છીયે. રહીશો સોસાયટીની બહાર પ્રસ્થાન ન કરે તેની ખાસ તકેદારી રાખી નગરપાલિકામાં ફોન કરતાની સાથે જ શાકભાજી સ્થળ પર ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલની સહાયથી ઘંટીની સાથે સાથે સવાર સાંજ ૨ કલાક પુરતી કરિયાણાની દુકાન પણ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ શારીરિક ઉપાધિઓને લઈને કોઈ પણ સંકટભરી પરિસ્થિતમાં આરોગ્ય અધિકારીની હાજરી પણ સ્થળે મળવા પાત્ર પામી છે તેમ જીતુભાઇ મહેતાએ જણાવ્યું હતું.

વધુમાં આરોગ્ય વિભાગ દ્વારા ચાર વાર ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવે છે. તદ્દઉપરાંત પંડિત દીનદયાળમાં મળતાંઅનાજનો જથ્થો પણ લાભાર્થીઓને તેઓના ઘરે જ પ્રાપ્ત થાય તે પ્રકારની સવલતનું આયોજન પણ હાલમાં ચાલી રહ્યું છે. આમ સોસાયટીના પ્રમુખ એવા શ્રી જીતુભાઈ મહેતા, સ્થાનિક ધારાસભ્ય ઋષિભાઈ, એ.પી.એમ.સી વિસનગર સહીત જિલ્લા અને તાલુકા પ્રસાશન ટીમનો સોસાયટીના પ્રમુખ, સંચાલક મંડળ સહીત રહીશોએ દિલથી આભાર વ્યક્ત કરી ગંભીર પરિસ્થિતિમાંથી તેઓ શીગ્ર બહાર આવે તેવા સુભાશીષની આલોચના કરી હતી.