સપાટો@વિસનગર: ગ્રાહક સેવા કેન્દ્રમાં 4 બનાવટી લાયસન્સ સાથે ઇસમ ઝડપાયો, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર વિસનગર શહેરમાંથી આરટીઓના નકલી લાઇસન્સ બનાવતાં ઇસમને LCBએ ઝડપી પાડ્યો છે. પેટ્રોલિંગ દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે મહેસાણા LCBની ટીમે શહેરની એક દુકાનમાં રેઇડ કરી હતી. જ્યાં તપાસ કરતાં ઇસમ પાસેથી 4 જેટલા નકલી લાઇસન્સ મળી આવ્યા હતા. LCBએ રેઇડ દરમ્યાન ઇસમને ઝડપી પાડી તેના વિરૂધ્ધ વિસનગર ટાઉન પોલીસ મથકે
 
સપાટો@વિસનગર: ગ્રાહક સેવા કેન્દ્રમાં 4 બનાવટી લાયસન્સ સાથે ઇસમ ઝડપાયો, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર

વિસનગર શહેરમાંથી આરટીઓના નકલી લાઇસન્સ બનાવતાં ઇસમને LCBએ ઝડપી પાડ્યો છે. પેટ્રોલિંગ દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે મહેસાણા LCBની ટીમે શહેરની એક દુકાનમાં રેઇડ કરી હતી. જ્યાં તપાસ કરતાં ઇસમ પાસેથી 4 જેટલા નકલી લાઇસન્સ મળી આવ્યા હતા. LCBએ રેઇડ દરમ્યાન ઇસમને ઝડપી પાડી તેના વિરૂધ્ધ વિસનગર ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સપાટો@વિસનગર: ગ્રાહક સેવા કેન્દ્રમાં 4 બનાવટી લાયસન્સ સાથે ઇસમ ઝડપાયો, ગુનો દાખલ

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI બી.એચ.રાઠોડના માર્ગદર્શન હેઠળ PSI એસ.ડી.રાતડાની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન વિસનગર શહેરના એક માર્કેટમાં ઇસમ ગ્રાહક સેવા કેન્દ્ર નામથી દુકાન ચલાવી આરટીઓના નકલી લાઇસન્સ કાઢી આપે છે. જેથી ચોક્કસ બાતમી હોઇ તાત્કાલિક રેઇડ કરતાં દુકાનમાંથી 4 જેટલા નકલી લાયસન્સ મળી આવ્યા હતા. જેથી LCBએ ઇસમને ઝડપી પાડી તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરાવ્યો છે.

સપાટો@વિસનગર: ગ્રાહક સેવા કેન્દ્રમાં 4 બનાવટી લાયસન્સ સાથે ઇસમ ઝડપાયો, ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, LCBની ટીમે ચોક્કસ બાતમી આધારે નકલી લાયસન્સ બનાવતાં ઇસમને ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. કાર્યવાહી દરમ્યાન વશીમખાન હિમતખાન ચૌહાણ (મુસલમાન) રહે.ઉમતા, તા.વિસનગરવાળાને ઝડપી પાડ્યો હતો. આ સાથે તેની પાસેથી 4 જેટલા અલગ-અલગ નામોના નકલી લાયસન્સ ઝડપી પાડ્યા હતા. LCBએ ઇસમ વિરૂધ્ધ વિસનગર ટાઉન પોલીસ મથકે આઇપીસી કલમ 406, 420, 465, 468મુજબ ગુનો રજીસ્ટર કરાવતાં PSI એ.એમ.રાઠવાએ વધુ તપાસ હાથ ધરી છે.