વિસનગરઃદહેજ લાલચુ સાસરિયાઓના ત્રાસથી પરિણીતાની પોલીસ ફરિયાદ

અટલ સમાચાર, મહેસાણા વિસનગર પોલીસ મથકમાંથી મળતી ટૂંકી વિગત અનુસાર સાસરિયાના મોંઘીદાટ દહેજની માંગથી કંટાળી સાસરીયા વિરુદ્ધ કાયદેસરના પગલાં લીધા છે. પરણિતાએ પતિ સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી છે. પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર વિસનગરની પરિણીતા પાસે સાસરિયા દ્વારા અવાર-નવાર શારિરીક, માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. અને આઈફોન મોબાઈલ તથા પાંચલાખ રૂપિયાની મોંઘીદાટ
 
વિસનગરઃદહેજ લાલચુ સાસરિયાઓના ત્રાસથી પરિણીતાની પોલીસ ફરિયાદ

અટલ સમાચાર, મહેસાણા

વિસનગર પોલીસ મથકમાંથી મળતી ટૂંકી વિગત અનુસાર સાસરિયાના મોંઘીદાટ દહેજની માંગથી કંટાળી સાસરીયા વિરુદ્ધ કાયદેસરના પગલાં લીધા છે. પરણિતાએ પતિ સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી છે.

પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર વિસનગરની પરિણીતા પાસે સાસરિયા દ્વારા અવાર-નવાર શારિરીક, માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. અને આઈફોન મોબાઈલ તથા પાંચલાખ રૂપિયાની મોંઘીદાટ માંગણી કરાતા આખરે હારી-થાકી સાસરિયાને કાયદાનો પાઠ ભણાવવા પોલીસ મથકે પહોંચી ગઈ હતી.

જેથી પતિ સહિત સાસરિપક્ષના (૧) ચૌધરી રાકેશકુમાર પુનારામ (ર) ચૌધરી સુખીદેવી પુનારામ (૩) ચૌધરી પુનારામ લખમાજી (૪) ચૌધરી કેતન પુનારામ રહે.તમામ મુંબઇ કે.સી. સીવીલ સેન્ટર સ્ટેશન રોડ યાદવ હોસ્પીટલ પાસે નાલા, સોસાયટી સામે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.